વિંછીયા ખાતે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું :વિકલાંગતા ધરાવતા લોકોને રાજકોટ જવું નહિ પડે
વિંછીયા તાલુકાના શારીરીક કે માનસીક વિકલાંગતા ધરાવતા લોકો કે જેઓને ડીસેબીલીટી સર્ટીફીકેટ કઢાવવા કે સરકારશ્રી તરફથી મળતી યોજનાઓના લાભો મેળવવા છેક રાજકોટ સુધી લંબાવુ ન પડે તેવા હેતુથી જસદણ - વિંછીયાના ધારાસભ્ય કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં તા .૨૯.૦૯.૨૦૨૨ ને ગુરૂવારના રોજ વિંછીયા સામહિક આરોગ્ય કેન્દ્ર , વિંછીયા ખાતે એક દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . આ કેમ્પમાં જીલ્લા સમાજ સુરક્ષા વિભાગની ટીમ અને રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતેથી ઓર્થોપેડીક , મનોચિકિત્સક , ઓો . જેવા નિષ્ણાંત સર્જન / તબીબોની ટીમ ઉપસ્થિત રહી દિવ્યાંગોને ચકાસી જરૂરી સારવાર તેમજ ડીઝેબીલીટી સર્ટીફીકેટ સ્થળ પર જ આપવામાં આવેલ હતા જેથી દિવ્યાંગ લોકોને રાજકોટ સુધી લંબાવુ ન પડેલ અને વિંછીયા સરકારી દવાખાના ખાતેથી જ સર્ટીફીકેટ અને અન્ય સહાય જેવી કે એસ . ટી . બસના પાસ યોજના , સંત સૂરદાસ પેન્શન યોજના , દિવ્યાંગ લગ્ન સહાય યોજના , પાલક માતા પિતા યોજના જેવી સરકારી યોજનાઓના ફોર્મ ૧૦૦ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ ભરી આપવામાં આવેલ અને ૫૦ જેટલા લાભાર્થીઓને દિવ્યાંગતા પ્રમાણપત્ર સ્થળ પર જ આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.