સાયલા તાલુકાના ધજાળા ખાતે પોલીસ તંત્ર દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન લોકસંવાદ યોજાયો:
સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના પોલિસ વડા હરેશકુમાર દુધાત,સીપીઆઈ કે.બી. વિહોલ, પીએસઆઇ ગઢવી તથા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક દરબારમાં નાના-મોટા પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવી હતી. જેના નિકાલ અંગે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી તકે આ પ્રશ્નોના નિરાકરણ અંગે ખાતરી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો તથા ફ્રોડ થી સાવધાન રહેવા તેમજ જાહેર જગ્યા ઓ પર સી.સી.ટી.વી કેમેરા લગાવવા જેથી ગુન્હાઓ ડિટેક્ટ થઈ શકે અને ગુનાખોરી ઘટે જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ગામમાં ભાઈચારો અને સુખાકારી જળવાઇ રહે તે માટે ઉદાહરણ સાથે વાતચીત કરવામાં આવી હતી.વ્યસનોથી થતા નુકશાન અને વ્યથા અંગે સમજ આપી, ગ્રામજનોને વ્યસન મુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ લોક દરબારમાં સ્થાનિક આગેવાનો ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચો તેમજ પત્રકાર મિત્રો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.ત્યાર બાદ ધજાળા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા અનુસૂચિત જાતિ સમાજના લોકોના રહેણાંક વિસ્તારની મુલાકાત કરી રજૂઆતો સાંભળી નિકાલ કરવામાં આવેલ.તેમજ ધજાળા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા "પોલીસ દરબાર" નું આયોજન કરી પોલીસ અધિકારી/કર્મચારીઓની રજૂઆત સાંભળી નિકાલ કરવામાં આવેલ.
રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.