વાહન સાઇડમાં લેવાનું કહેતા મે યહાં કા દાદા હું કહી પોલીસ ઉપર છરાથી હુમલો
અમદાવાદ,સોમવારરવિવારે પડેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા હોવાથી આજે સવારે ટ્રાફિક જામ થયા હતા. પિરાણા કચરાના ઢગલા પાસે ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયંત્રણ કરતી હતી. આ સમયે એક શખ્સે રસ્તામાં પોતાનું વાહન પાર્ક કર્યું હોવાથી ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. પોલીસે વાહન હટાવવાનું કહેતા માથાભારે શખ્સે પોલીસ સાથે તકરાર કરીને છરાથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તું પહેલે ગણેશનગમાં પાની ભરા હુઆ હૈ ઉસકા નિકાલ કરો બાદમાં મેં વાહન હટાઉંગા, મે કહેતા હુ એસા કરો વરના જાનશે મરા દુંગા આ કેસની વિગત એવી છે કે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહએ નારોલ પોલીસ સ્ટેશનમાં પિપળજ -પિરાણા રોડ ઉપર ગણેશનગરના છાપરામાં રહેતા સજ્જુ સલીમખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે પડેલા મૂશળાર વરસાદના કારણે પૂર્વ વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામના બનાવો બન્યા હતા. જેથી આજે સવારે કન્ટ્રોલ મેસેજ આધારે તેઓ પિરાણા કચરાના ઢગલા પાસે ટ્રાફિક હળવો કરી રહ્યા હતા જ્યાં આરોપીેએ પોતાનું વાહન રોડ ઉપર પાર્ક કર્યું હોવાથી તેને હટવવાનું કહ્યું હતું.તો આરોપીએ ફરિયાદી સાથે તકરાર કરીને કોલર પકડી લીધો હતો પોલીસ તેને પકડીને બાજુમાં લઇ ગઇ હતી આ સમયે તું પહેલે ગણેશનગમાં પાની ભરા હુઆ હૈ ઉસકા નિકાલ કરો બાદમાં મેં વાહન હટાઉંગા, મંે કહેતા હુ એસા કરો વરના જાનશે મરા દુંગા કહીને દાદાગીરી કરવા લાગ્યો હતો બાદમાં આવેશમાં આવીને ફરિયાદી ઉપર છરાથી હુમલો કરીને નાસી ગયો હતો. આ ઘટના અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.