મોચીકામમાંથી મળતી મુઠીભર આવક સાથે મકાન બનાવવું અશક્ય હતુ પરંતુ સરકારે અમારા પાકા મકાનનું સ્વપ્ન સાકાર કર્યુ છે.* -લાભાર્થી નટુભાઇ પરમાર
*મોચીકામમાંથી મળતી મુઠીભર આવક સાથે મકાન બનાવવું અશક્ય હતુ પરંતુ સરકારે અમારા પાકા મકાનનું સ્વપ્ન સાકાર કર્યુ છે.*
-લાભાર્થી નટુભાઇ પરમાર
**********
રોજ સાવાર થાય અને મોચીકામ કરવાનું અને સમય બચે એટલે ખેત મજૂરી કરવાની. આ કામમાંથી મળતી મુઠીભર આવકમાંથી ઘર ચલવવાનું. આ ટુંકી આવકમાંથી માંડ ઘર ખર્ચ પુરો કરી શકીયે..એમાય વળી અમુક વખતે તો ખાવા રાશન લાવવા માટે પૈસા ખુટે પડે.જ્યાં ઘર ખર્ચ ચલાવાનું મુશ્કેલ હોય તેવામાં નવુ પાકુ મકાન બનાવવું એ તો જાણે અમારા માટે સ્વપ્નથી પણ વધારે થઈ પડે. અમારા આવા વિકટ સમયમાં સરકાર દ્વારા અમને મકાન બનાવવા માટે સહાય આપવામાં આવી અને અમે અમારા પાકા મકાન બનાવવાના સ્વપ્નને સાકાર કર્યું. આ માટે અમે સરકારનો આભાર માનીયે છીએ. આ વાત કરે છે સાબરકાંઠા જિલ્લાના પોશીનાના નટુભાઇ પરમાર.
સાબરકાંઠામાં પોશીનાના નટુભાઇ જેઠાભાઇ પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. તેઓ જણાવે છે કે સરકારે હર હંમેશ સામાન્ય લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપ્યુ છે. હું પહેલા પરીવાર સાથે કાચા મકાનમાં રહેતો હતો. આ કાચા મકાનમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ઘરમાં ભરાઈ જતું હતું. સાથે મકાન પડી જવાનો ભય રહેતો હતો. અત્યારે હું અને મારો પરીવાર શાંતિથી પોતાના પાકા મકાનમાં રહીએ છીએ. આ માટે સરકારનો આભાર માનીયે છીએ.
*******************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.