દેકાવાડા પે સેન્ટર શાળા, તા. દેત્રોજ માં ધોરણ-૮ માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારોહ યોજાયો… - At This Time

દેકાવાડા પે સેન્ટર શાળા, તા. દેત્રોજ માં ધોરણ-૮ માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારોહ યોજાયો…


આજરોજ દેકાવાડા પે સેન્ટર શાળા, તા. દેત્રોજ માં ધોરણ-૮ માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારોહ યોજાયો…
દેત્રોજ તાલુકાની દેકાવાડા પે સેન્ટર શાળામાં ધોરણ-૮ મા અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારોહ યોજાયો
પંકજભાઈ દવે આચાર્ય લક્ષ્મીપુરા અને મહેશભાઈ દેસાઈ ચેરમેન દેત્રોજ તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટી ખાસ ઉપસ્થિત રહ્યા..
મહેમાનશ્રીઓનું તિલક કરી અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું.. ધોરણ-૮ ના વિદાય લેતા બાળકોને પણ તિલક કરી
વોટર બોટલ સાથે પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી અને પેન શાળા પરિવાર તરફથી ભેટ આપવામાં આવી..
ધોરણ ૭ ની બાલિકાઓ દ્વારા વિદાય લેતા સિનિયર વિદ્યાર્થીઓને હાથે બનાવેલ મોમેન્ટો આપવામાં આવ્યો…. દરેક બાળકોને ભેટ આપાઈ તે દરમ્યાન એમના ગુણો રમત ગમત કલામહાકુંભ શાળાવ્યવસ્થાપનમાં સહકારીતા એમની લાક્ષણીકતાઓનું આચાર્યશ્રી દ્વારા બખૂબી વર્ણન કરવામાં આવ્યું…
બાળકોએ એમના અનુભવો વર્ણવ્યા .. આશીર્વચન અને શુભકામનાઓ સાથે પ્રસંગોચિત વક્તવ્ય મહેમાનો દ્વારા આપવામાં આવ્યું… જેમાં આગામી વર્ષોમાં બોર્ડની પરીક્ષા કે શૈક્ષણિક સ્પર્ધાઓ હોય કે કલામહાકુંભ ખેલમહાકુંભ આપ શાળા અને ગામની નામના વધારો .. ૧૦૦% ધોરણ-૯માં પ્રવેશ મેળવી ગુજરાતનો ડ્રોપઆઉટ રેશિયો ૦% થઈ જાય એમાં તમારો સિંહફાળો રહે..
શાળાના શિક્ષક રોહિતભાઈ રાવલ દ્વારા ભાવ સભર વિદાયગીત ગાઈ વિદાય આપી..
બાળકોને એમની પસંદગીની વાનગી દાબેલી શાળા પરિવારે સ્વયં બનાવી પ્રેમથી જમાડ્યા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.