દહેજમાં એક લાખની માગણી કરતાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફીનાઇલ પી લીધું - At This Time

દહેજમાં એક લાખની માગણી કરતાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફીનાઇલ પી લીધું


નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતી પરિણીતા પાસે સાસરીયાઓએ રૂપિયા એક લાખ દહેજની માંગણી કરતા અને આ બાબતે તેના પર અમાનુષી ત્રાસ ગુજારતા પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મિત્તલ અશ્વિનભાઈ બગડા(ઉ.વ.28) નામની પરિણીતાએ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવા થોરાળા રામનગર શેરી નંબર છ સત્યમ પાર્ક પાછળ રહેતા પતિ અશ્વિન ભીમજીભાઈ બગડા, સસરા ભીમજીભાઇ બગડા, સાસુ હંસાબેન અને નણંદ જમનીનું નામ આપ્યું છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનું માવતર ભડસીયા ગામ છે. લગ્ન થયા બાદ પતિ સહિતના સાસરીયાઓ નાની-નાની વાતોમાં તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ રૂપિયા 1 લાખ દહેજની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય ગાળો આપી ઝઘડો કરતા હતા. જેનાથી કંટાળી જઇ પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં તેણીએ આ મામલે પતિ સહિતના સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 498(ક),(ખ),504, 114 તથા દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.