જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી-૨૦૨૨ અંગે જાહેર જોગ
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી-૨૦૨૨ ધો.૧ થી ૫ અને ધો.૬ થી ૮ (ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજુર થયેલ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવી છે. જેમાં ઉમેદવારોના અરજીપત્રો બોટાદ જિલ્લાકક્ષાએ લેવાના થાય છે. જેમાં જિલ્લા સ્વીકાર કેન્દ્ર (રિસીવિંગ સેન્ટર) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, એ-વિંગ બીજો માળ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ ખાતે રાખવામાં આવેલ છે. રીસીવીંગ સેન્ટરનો ફોન નં.૯૪૨૬૫૫૦૯૦૫ છે.
વધુમાં આ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સ્વીકાર કેન્દ્ર ઉપર મેન્યુઅલ અરજી ફોર્મ રીસીવ કરવા માટેનો સમય સામાન્યની જગ્યાઓ માટે તા.૧૩/૧૦/૨૦૨૨ થી તા.૨૨/૧૦/૨૦૨૨ અને ઘટની જગ્યાઓ માટે તા.૨૯/૧૦/૨૦૨૨ થી તા.૦૭/૧૧/૨૦૨૨ સુધી ( રવિવાર અને જાહેર રજા સિવાય) દરમિયાન સવારે ૧૧:૦૦ થી સાંજના ૫:૦૦ કલાકનો રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.