ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત સાબરકાંઠામાં ખાદ્ય ચીજ વસ્તુઓના 230 નમૂના લેવાયા
*ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત સાબરકાંઠામાં ખાદ્ય ચીજ વસ્તુઓના 230 નમૂના લેવાયા*
સાબરકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફટી પખવાડિયા ની ઉજવણી કરાઈ. જે અન્વયે ખાદ્ય ચીજ નો વેપાર કરતી પેઢીઓની તપાસ કરી 230 નમૂના લેવાયા.
ગુજરાત સરકાર દ્રારા દિવાળી ના પવિત્ર તહેવારો દરમ્યાન ગુજરાત ની પ્રજા ને શુધ્ધ, સાત્વીક અને ભેળસેળ મુકત ખોરાક મળી રહે અને ભેળસેળીયા તત્વો ને જડમૂળ માંથી દૂર કરી ગુજરાત ની પ્રજા ને તહેવારો દરમ્યાન આરોગ્ય પ્રદ ખાદ્યચીજ મળી રહે તે માટે સાબરકાંઠા ફુડ વિભાગ સતત સક્રીય જે અનુસંધાને તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૨૩/૧૦/૨૦૨૪ "ફુડ સેફટી પખવાડિયા " અન્વયે જિલ્લાના ફુડ સેફટી ઓફિસરો દ્રારા જિલ્લા ના દરેક તાલુકા ઓ માં આવેલી ખાદ્યચીજ નો વેપાર કરતી પેઢીઓની તપાસ કરી ને ખાદ્યચીજ ના ૨૩૦ નમૂના ઓ લેવામાં આવ્યા છે તથા ૧૭૬૨ ક્રિલો ગ્રામ શંકાસ્પદ ખાદ્યચીજ નો જથ્થો સીઝ કરવા માં આવેલ છે જેની અંદાજીત કિંમત રૂ. ૫,૮૨,૦૧૦/- છે વધુમાં સદર તપાસ દરમ્યાન આશરે ૨૮૦ ક્રિલો ગ્રામ અખાદ્યચીજ નો નાશ કરવા માં આવેલ છે.
લીધેલ નમૂના ઓ ના રીપોર્ટ આવ્યે થી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા માં આવશે. એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હિમતનગર ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.