રાજકોટના યુનિટી ફાઉન્ડેશનના લોકડાયરામાં શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ : ડો. ભરતભાઈ બોઘરાની બેનમુન સેવા - At This Time

રાજકોટના યુનિટી ફાઉન્ડેશનના લોકડાયરામાં શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ : ડો. ભરતભાઈ બોઘરાની બેનમુન સેવા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
હાલના સમયમાં લગ્નના ખર્ચ ખુબજ ખર્ચાળ થઇ રહયા છે તેવા સમયે સર્વજ્ઞાતિની જરૂરિયાતમંદ અને માતા-પિતા વિહોણી દીકરીઓના પરિવારને લગ્ન કરવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે દાતોઓશ્રીના સહયોગ દ્વારા યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ધરતી ઉપર 81 દીકરીઓ સાથે સૌથી મોટી સંખ્યામાં જાજરમાન અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન તા.11/01ના 150 ફૂટ રીંગ રોડ, પરસાણા ચોક પાસે કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સમૂહ લગ્નની દીકરોઓના આશીર્વાદ અને સન્માન હેતુસર લોકડાયરો કાલે તા.04 સાંજે 7:00 વાગ્યાના રોજ સત્યસાઈ રોડ પર શ્રીજી સોસાયટી અને આલાપ હેરિટેજની વચ્ચે આયોજન કરવામાં આવેલ છે.આ લોક ડાયરાના કાર્યક્રમના મુખ્ય અતિથી વિશેષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના હોય તડામાર તૈયારી ચાલુ કરી દેવામાં આવેલ છે જેમાં લોકગાયિકા અલ્પાબેન પટેલ અને હાસ્યકલાકાર મિલન તળાવીયા દ્વારા લોકસાહિત્ય તેમજ મનોરંજન પૂરું પાડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે માતા-પિતા વિહોણી દીકરીઓને કરિયાવર અર્પણ કરાશે. તેમજ યુનિટી ટીમ ના મેમ્બર્સનું સન્માન કરવામાં આવશે.
આજના આધુનિક સમયમાં દરેક બાપ ને પોતાની દીકરી ના લગ્ન જાજરમાન રીતે અને ખાસ રીતે કરવા ઈચ્છતા હોય છે પણ સમાજમાં દરેક વર્ગ જાજરમાન લગ્ન કરી શકવાને સક્ષમ હોતા નથી અને એમાં માં કે બાપ વિનાની દીકરી પોતાના સપના મનમાં જ રાખી મન મનાવતી હોય છે ત્યારે યુનિટી ફાઉન્ડેશન એક સારા વિચાર સાથે સમાજ ના તમામ વર્ગ માટે પ્રેરણારૂૂપ બની ગરીબ અને માતાપિતા વિહોણી દીકરીઓના સપનાના લગ્ન કરવાની એક નેમ સાથે સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. ક્ન્યાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂક, ચાંદીની પાયલ, સ્ટીલ કબાટ સેટી પલંગ ફ્રિજ, સોફા, ટીપાઈ, સૂટકેસ વિગેરે 100 થી વધુ જીવનજરૂરી તમામ વસ્તુઓ કરિયાવર તેમજ સમૂહ લગ્ન માં આવનાર તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા દાતાઓના સહયોગથી કરવામાં આવનાર છે. અને તેને પ્રોત્સાહિત કરવા સન્માન માટે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે અત્રે નોંધનીય છે કે જસદણના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા અત્યાર સુધીમાં અનેકાએક સેવાકીય પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં છેવાડાના હજજારો વિદ્યાર્થીઓ, ગરીબો દર્દીઓ અને જરૂિયાતમંદોને મદદરૂપ બની તેમનાં જીવનમાં અજવાળું પાથરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે આ સમુહ લગ્ન તેમનાં છોગામાં એક વધું પીંછું ઉમેરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.