ચૂંટણીને લગતી ફરિયાદો માટે 33 જિલ્લાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા - At This Time

ચૂંટણીને લગતી ફરિયાદો માટે 33 જિલ્લાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે 1ર દિવસનો સમયગાળો બાકી રહ્યો છે પ્રથમ તબકકા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જયારે બીજા તબકકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જતાની સાથે રાજયના મુખ્ય ચુંટણી થઇ જતાંની સાથે રાજયના મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ચુંટણીને લગતી યાદો માટે તમામ 33 જિલ્લાઓ માટે અલાયદા ટોલ ફી નંબરની જાહેરાત કરવામાં આવી છે. 11 અંકના આ નંબર પર સામાન્ય નાગરીકો અને મતદારો કોઇપણ પ્રકારની શેહ શરમ રાખ્યા વિના ચુંટણી સંબંધીત કોઇપણ પ્રકારની ફરીયાદ નોંધાવી શકશે.ગુજરાતના લોકો કોઇપણ

પ્રકારના ભય કે લોભ- લાલચ વિના મતદાન કરી શકે તે માટે ચુંટણી પંચ સતત ખેવના કરી રહ્યું છે. મતદાનની ટકાવારી વધારવા માટે પણ સતત જન જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરમિયાન ગઇકાલે સાંજે રાજય ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચુઁટણી માટે તમામ 33 જિલ્લાઓ માટે 11 અંકોનો એક ટોલ ફી નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે આગામી પ ડિસેમ્બર સુધી કાર્યરત રાખવામાં આવે તેવી સંભાવના છે આ ટોલ ફી નંબર પર ચુંટણીને લગતી કોઇપણ પ્રકારની ફરિયાદો નોંધાવી શકાશે.ટોલ ફી નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના પર અલગ અલગ જિલ્લાના મતદારો તથા નાગરીકો ચૂંટણીને લગતી ફરિયાદો નોંધાવી શકશે. જો આચાર સંહિતા ભંગ થતી હોય તો તે અંગે પણ ફરીયાદો નોંધાવી શકાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.