મોરબીમાં દીવાલના ઝઘડાનો ખાર રાખીને મહિલાને ટ્રકના વ્હીલ નીચે કચડી નાખીને હત્યા કર્યાનો થયો પર્દાફાશ - At This Time

મોરબીમાં દીવાલના ઝઘડાનો ખાર રાખીને મહિલાને ટ્રકના વ્હીલ નીચે કચડી નાખીને હત્યા કર્યાનો થયો પર્દાફાશ


મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા આગળના ભાગમાં રાધાકૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી મહિલાને ટ્રક ચાલકે હડફેટે લઇ ને ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હોવાનો બનાવ બન્યો હતો જે આકસ્મિક નહીં પણ હત્યા થઈ હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ દ્વારા ટ્રક ચાલક સામે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે અંગે પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને દીવાલ બનાવવાના ઝઘડાનો ખાર રાખીને મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મીલથી આગળના ભાગમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા રમણીકભાઈ કાનજીભાઈ ડાભી જાતે સતવારા એ થોડા દિવસો પહેલા ટ્રક નંબર જીજે ૧ એક્સ ૩૮૮૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગઇ તારીખ ૩૧-૧ ના રોજ તેઓના પત્ની પંખુંબેન અનાજ દળવાની ચક્કીએ દરણું મૂકીને પરત ઘરે જતાં હતા ત્યારે રાધા કૃષ્ણ સોસાયટીના ઝાંપા પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન પાછળથી આવેલા ટ્રક ચાલકે તેને હડફેટે લઇ ને તેના શરીર ઉપરથી ટ્રકના ટાયર ફરી ગયા હતા જેથી ફરિયાદીના પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું.પોલીસે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા અને તેની ટીમ ચલાવી રહી હતી તેવામાં એવી ચોંકાવનરી વિગત સામે આવી છે કે મહિલાનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યાનો બનાવ છે.પોલીસે અગાઉ નોંધાયેલ ગુનામાં હાલમાં હત્યાની કલમનો ઉમેરો કરેલ છે. અને અમૃતલાલ કેશવજી ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. મૃતક મહિલા સાથે દીવાલ બનાવવા બાબતે ઝઘડા થયો હતો તેનો ખાર રાખીને મહિલા ઉપર ટ્રકના ટાયર ફેરવી નાખીને તેની હત્યા કરવામાં આવી હોવાનુ ખુલ્યું છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.