*ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*
*ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*
**********
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને વનકવચ નિર્માણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
સાબરકાંઠા વન વિભાગ દ્રારા વસુધૈવ કુટુમ્બકમ ભાવના અને વિકાસ તથા ગ્લોબલ વોર્મિંગ સામે ભવિષ્યની તૈયારી માટે જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી વનીકરણ પદ્ધતિને લક્ષમાં રાખીને માં અંબાના મૂળ સ્થાનક તેમજ સમગ્ર ભારતના બે મંદિરો પૈકી એક ચતુર્મુખી બ્રહ્માજીના બ્રહ્મક્ષેત્ર તરીકે ઓળખાતા ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ચાર રસ્તાથી ૧ કિલોમીટર જતાં જંગલ સર્વે નંબર.૧૫૮ પૈકીના જંગલ ભાગમાં ખેડબ્રહ્માથી ગોતા જવાના રોડની બાજુમાં જંગલ ભાગમાં વન વિભાગ હિંમતનગર ના માર્ગદર્શન હેઠળ વન કવચ યોજના હેઠળ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જુદી જુદી જાતના ઉચ્ચસ્તરીય, નિમ્નસ્તરીય રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
ભવિષ્યમાં જાળવણી તથા વનસંવર્ધન ને કારણે રોપાનો વિકાસ થવાથી નાનું વન અસ્તિત્વમાં આવશે.આ સ્થળ ખેડબ્રહ્મા શહેરી વિસ્તારની નજીક આવેલ હોય શુદ્ધ આબોહવા થવાથી ગામના લોકો મુલાકાત લેશે. આ સ્થળે ભવિષ્યમાં રમણિય પાથ, શુસોભિત ગેટ તેમજ નાના બાળકોને રમવા માટે રમત ગમતના સાધનો મુકવાથી બાળકો,વડીલો તેમજ પ્રજાજનો માટે નાનું એવું ઉદ્યાન થશે. તેના લીધે અત્યારની પેઢી તથા આવનારી પેઢીને વનોનું મહત્વ સમજાશે.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી સાબરકાંઠા, મદદનીશ વન સંરક્ષકશ્રી તથા પરીક્ષેત્ર વન અધિકારી શ્રી આર.ડી.એફ ખેડબ્રહ્મા તથા રેન્જ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
**********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.