કાલૅ વિછીયામા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કુંવરજીભાઇ દ્વારા અબજૉના લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમમાં મંત્રી બાવળિયાની કામગીરીથી પ્રસન્ન થઈ જસદણ ડાયમંડ એસોસિએશન સંપૂર્ણ રજા પાળશે
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
વિછીયા તાલુકાના વિછીયા માર્કેટિંગ યાર્ડ સામે આવતી કાલૅ તારીખ 16 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 337 કરોડના ખર્ચૅ વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કરવાનું હોય અને જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાઍ શહૅર પંથકને અબજો રૂપિયાના વિકાસના કર્યો અપાવ્યા હોય તૅથી જસદણના તમામ હીરાના કારખાનાઓ તારીખ 16 ના રોજ બંધ રહેશે જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી,વી ભાયાણીએ કુવરજીભાઈ બાવળિયાના માનમાં એલાન કર્યું છે કે હીરાના કારખાનામા શનિવારે રજા રહે છે પરંતુ શુક્રવારે કાર્યક્રમ હોય તેથી શુક્રવારે આખા જસદણમાં તમામ કારખાના બંધ રાખવામાં આવશે અને શનિવારે ચાલુ રાખવામાં આવશે અંતમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ વલ્લભભાઈ ભાયાણી ઉર્ફે પી,વી ઉપપ્રમુખ સંજયભાઇ રામાણી તથા ખેડૂત અગ્રણી નરેશભાઇ ચૉહલીયા સહિતના આગેવાનોએ કુવરજીભાઈ બાવળીયા નૉ જસદણ વિછીયા શહેર તાલુકા પંથકની પ્રજાને અબજો રૂપિયાના વિકાસના કાર્યો કર્યા હોવાથી પ્રસન્ન થઈ નૅ કોટી કોટી આભાર પ્રગટ કર્યો હતો સાથે સૌ રત્નકલાકાર મિત્રોએ વિછીયા માર્કેટિંગ યાર્ડ સામેના ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પણ આહવાન કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.