અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે બરવાળા ખાતે દ્વિતિય વખત બરવાળા હિન્દુ યુવા સંગઠન દ્વારા લક્ષ્મણજી મંદિરના સાનિધ્યમાં જગન્નાથ જીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું,
સમગ્ર બરવાળા પંથક ભક્તિમય બન્યું વિવિધતા સભર 25 થી વધુ ટેબ્લો તેમજ પર્યાવરણ જાળવણી અંગેના શુભેચ્છા સંદેશ સાથે ટેબ્લો માં લોકોને વિવિધ વૃક્ષો વિતરણ કરાઈ રહ્યા છે તો નાશિક ઢોલ તેમજ ડી.જે.ના તાલે ભાવિકો ઝુમી ઉઠયા, તો ઠેર ઠેર ભગવાનના રથના પુષ્પ વર્ષા પૂજન અર્ચન આરતી અને ફૂલહારથી કરાઈ રહ્યું છે સ્વાગત સન્માન, તો ભાવિકો માટે જાંબુ, ચોખા અને ડ્રાયફ્રુટ અને ચોકલેટનો કરાય રહ્યો છે પ્રસાદ વિતરણ તો પંથકના સાધુ સંતો પણ આ રથયાત્રામાં જોડાયા તો પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર બરવાળા શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં રથયાત્રા નીકળી છે આજરોજ અષાઢી બીજનો પાવન દિવસ હોય ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા દ્વિતિય વખત બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી મહારાજ ના આયોજન હેઠળ ભગવાન જગન્નાથ જીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયુ છે, બરવાળા શહેરના લક્ષ્મણજી મંદિર ખાતેથી પૂજન વિધિ સાથે સવારે 7-30 કલાકે આ રથયાત્રાની શરૂઆત કરાઈ જેમાં ભગવાન જગન્નાથ જી બહેન સુભદ્રા જી અને ભાઈ બલરામ જી સાથે રથમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપવા નીકળ્યા હતા, આ રથયાત્રા માં વૃક્ષારોપણ સહિતના વિવિધ સંદેશાઓ તેમજ અલગ અલગ વેશભૂષા માં બાળકો સાથેના ટેબ્લો તેમજ સમગ્ર બરવાળા પંથકના સાધુ સંતો સાથે કુલ 25 થી વધારે ટ્રેકટરો સાથે રથયાત્રા યોજાઈ છે તો નાશિક ઢોલ અને ડી.જે.ના તાલે સમગ્ર બરવાળા શહેર ભક્તિમય બન્યું અને "જય રણછોડ માખણ ચોર " ના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠયું હતું, આ યાત્રા બરવાળા શહેરના તમામ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ફરી રહી છે તો બરવાળા શહેર સહિત તાલુકા પંથકના લોકો રથયાત્રામાં જોડાયા હતા અને ઠેર ઠેર ભગવાન ના રથ તેમજ સાધુ સંતો અને ભાવિકોનું પુષ્પ વર્ષા તેમજ ફૂલહાર સાથે સ્વાગત કરાય રહ્યું છે તો ઠેર ઠેર ઠંડા પાણી અને શરબત ના સ્ટોલ નાખી ભાવિકો માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે તો તમામ ભાવિકો માટે જાંબુ, ચોખા, દરેક પ્રકારના ડ્રાયફ્રુટ અને ચોકલેટના પ્રસાદનું વિતરણ કરાઈ રહ્યું છે, તો પંથકના મોટી સંખ્યામાં સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા અને મહંત મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી બાપુ દ્વારા સાધુ સંતોનું સ્વાગત સન્માન કરાયું હતું અને સંતોના પણ સામૈયા કરવામાં આવ્યા હતાં, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ. જી. સરવૈયા સહિતના પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ, જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા યોજાઈ રહી છે અને ઠેર ઠેર રથયાત્રા નું ભવ્ય સ્વાગત સાથે સમગ્ર પંથક ભક્તિ વિભોર થયેલ જોવા મળી રહ્યું છે તો વિશેષ પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ સાથે પ્રકૃતિ જાળવણી માટે ટેબ્લો માં લોકોને વૃક્ષો વિતરણ કરી વૃક્ષારોપણ કરવા પણ અપીલ કરાઈ રહી છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.