દામનગર મોક્ષ મંદિર ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના પ્રદેશ સહ સંયોજક ઇકબાલભાઈ ડેરૈયા ની ઉપસ્થિતિ માં વણિક પરિવાર ને અસ્તિ અર્પણ કરાયા
દામનગર મોક્ષ મંદિર ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના પ્રદેશ સહ સંયોજક ઇકબાલભાઈ ડેરૈયા ની ઉપસ્થિતિ માં વણિક પરિવાર ને અસ્તિ અર્પણ કરાયા
દામનગર શહેર માં ગત તા.૨૩/૦૨/૨૩ ના રોજ ૩૫ વર્ષ થી દામનગર શહેર માં એકતા રહેતા વૃદ્ધ ગૌરીલાલ છિતરમલ નું અવસાન થતા તેના વસિયત વિલ (મિલ્કત નું નહિ) પણ દેહ ના અંતિમ સંસ્કાર નું સદગત ની ઇચ્છાનુચાર મોટા પીર ની દરગાહ થી સ્મશાન યાત્રા યોજી હિન્દૂ વિધી થી દાહ સંસ્કાર કરવા ની ઈચ્છાનુચાર કરાય હતી
અઢારે આલમ ની ઉપસ્થિતિ માં ખોજા યુવાને દાહ સંસ્કાર આપ્યો હતો શેષ જીવન મોટાપીર ની દરગાહ પાસે એકલા રહી જીવન વ્યતીત કરતા શ્રી ગૌરીલાલ છિતરમલ જૈન નામક વૃદ્ધ નું અવસાન બાદ અંતિમયાત્રા ની જાણ રાજસ્થાન સ્થિત પરિવાર ને થતા આજરોજ મોક્ષ મંદિર ખાતે સદગત ના પુત્રરત્નો અવિનાશ જેન અને કુલદીપ જેન આવી પિતા ના અસ્થિ મેળવ્યા હતા સ્વ ગૌરીલાલ નું સમગ્ર જીવન ક્યાં વીત્યું ? કેવું રહ્યું ? તે નહિ પણ મૃત્યુ ના અજબ મલાજા સાથે સૌથી મોટી સંખ્યા માં શહેરીજનો ની ઉપસ્થિતિ માં સદગત નો દેહ પંચમહાભૂત વિલિન કરાયો હોવા થી પુત્રરત્નો ભાવુક થતા સદગત જન્મે રાજસ્થાની જેન વણિક દામનગર માં ૩૫ વર્ષ એકલા રહી દરેક ના દિલ માં જગ્યા બનાવી ગયા જતા જતા ગૌરીલાલે મોટાપીર ની દરગાહ થી અંતિમયાત્રા તે પણ ઇસ્લામ ધર્મ ના યુવાન ના હાથે ઈચ્છા દર્શાવી કોમી એકતા સામાજિક સંવાદિતા ની મિસાલ રૂપ સદેશ આપી ગયા
ગૌરીલાલ ના અસ્તિ આજે દામનગર શહેર ના અનેકો અગ્રણી ઓની ઉપસ્થિતિ માં તેમના પુત્રો રત્ન અવિનાશ જેન અને કુલદીપ જેન ને અર્પણ કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.