રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં-૫ માં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાયો.
રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૨ ના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૫/૭/૨૦૨૨ ના રોજ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના માન.મંત્રીશ્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે કરવામાં આવેલ હતો. ત્યારબાદ દરરોજ બબ્બે વોર્ડમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા જઈ રહી છે. જેમાં આજે તા.૭/૭/૨૦૨૨ નાં રોજ સવારે વોર્ડનં-૫ માં રાજ્યના ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડ, શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ઉપપ્રમુખશ્રી અશોકભાઈ લુણાગરીયા, શ્રી કલ્પનાબેન કિયાડા, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેનશ્રી અતુલભાઈ પડિત, સભ્યશ્રી જયંતીભાઈ ભાખર, વોર્ડનં-૫ નાં કોર્પોરેટરશ્રીઓ શ્રી દિલીપભાઈ લુણાગરીયા, શ્રી હાર્દિકભાઈ ગોહિલ, શ્રી રસીલાબેન સાકરીયા, શ્રી વજીબેન ગોલતર અને સંગઠનનાં વોર્ડનં-૫ના પ્રમુખશ્રી દિનેશભાઈ ઘીયાડ, મહામંત્રીશ્રી દિનેશભાઈ ડાંગર અને શ્રી મુકેશભાઈ તનસોતા ઉપરાંત ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રીઓ શ્રી આશિષ કુમાર, શ્રી એ.આર.સિંહ અને વોર્ડના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યના ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ૧૨ વર્ષ સુધી મુખ્યમંત્રીશ્રી તરીકે અને છેલ્લા ૮ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે વિકાસ યાત્રાને ઝડપભેર આગળ ધપાવનાર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતની પ્રતિષ્ઠા અને ગૌરવ વધ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષથી અવિરત ચાલી આવતી વિકાસ પ્રક્રિયામાં તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવેલ છે. માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલો વિકાસનો સિલસિલો અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. વિકાસક્ષેત્રે રાજકોટ છેલ્લા ૨૦ વર્ષમાં કેટલું બદલાયું છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. સરકારશ્રીના સહયોગ સાથે રાજકોટ મહાનગરપાલિકા પાયારૂપ માળખાકીય સુવિધાઓથી માંડીને આધુનિક ટેકનોલોજી સાથેની સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ બનાવી રહી છે. રાજકોટમાં પાણીનો પ્રશ્ન ન રહે તે માટે પણ ગુજરાત સરકાર ખુબ જ ચિંતા કરી રહી છે. સૌની યોજના હેઠળ પુરતા પ્રમાણમાં પાણી મળી રહેતા શહેર નિશ્ચિંત બની શક્યું છે. યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની પ્રગતિ અને દરેક નાગરિકની સુખાકારીની ચિંતા કરી રહ્યા છે. તેઓ દેશના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. વંદે ગુજરાત યાત્રા અનુસંધાને યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા છાત્રોને માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. તેમજ માનનીય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે ઝંડી દર્શાવી વિકાસ યાત્રાને વોર્ડમાં પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.