બાલાસિનોર બસ સ્ટેન્ડ નજીકથી ચોરાયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી પાડતી પોલીસ - At This Time

બાલાસિનોર બસ સ્ટેન્ડ નજીકથી ચોરાયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી પાડતી પોલીસ


બાલાસિનોર ટાઉન પોલીસ ની સરાહનીય કામગીરી મોબાઇલ ચોરને ઝડપી લીધો

બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બાલાસિનોર બસ સ્ટેન્ડ નજીકથી ચોરાયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી પાડતી બાલાસિનોર ટાઉન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી,રાકેશ બારોટ સાહેબ મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.વળવી સાહેબ લુણાવાડા વિભાગ નાઓએ જીલ્લામાં બનતી મોબાઇલ ચોરી તેમજ વાહન ચોરીઓને અટકાવવા તથા મિલ્કત વિરુદ્ધનાં ગુનાઓનુ ડીટેકશન કરવા સુચના આપેલ. જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એન.નિનામા સાહેબ નાઓએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં અધિકારી તેમજ કર્મચારીઓને મોબાઇલ/વાહન ચોરી અટકાવવા શોધવા સુચના આપેલ..જેથી બાલાસિનોર પો.સ્ટે તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ બાલાસિનોર બસ સ્ટેન્ડ પાસે ફરીયાદી રાહુલકુમાર મનહરભાઇ જાતે ભોઇ રહે.મોટા લાલપુર તા.બાયડ જી.અરવલ્લી નાઓનો મોબાઇલ ચોરાયેલ હોય જે બાબતે બાલાસિનોર ટાઉન પોસ્ટ ખાતે એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૭૦૦૨૨૩૦૦૭૪/૨૦2૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જેથી એ.એસ.આઇ દેવેન્દ્રસિંહ નટવરસિંહ બ.ન ૭૧૮ તથા એ.એસ.આઇ વિશ્વજીતસિહ હરીશચંદ્રસિહ બ.નં.પર૬ તથા અ.હેડ.કો ખાલીદભાઇ સબ્બીરહુસેન બ.નં ૬૮૭ તથા આ પો.કો દીનેશભાઇ ભલાભાઇ બ.નં ૪૧૬ તથા અ.પો.કો રીતેશભાઇ રમેશભાઇ બ.નં ૯૨૬તથા પો.કો સત્તાભાઇ કાળાભાઇ બ.નં ૮૭ર વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો સાથે મોબાઇલ ચોરી શોધવા સારૂ પ્રયત્ન કરતા મોબાઇલના IMEI નંબર તથા CDR/5DR ડેમ તેમજ ટેકનીકલ એનાલીસીસ આધારે તપાસ કરતા આરોપીનું લોકેશન વરઘરી ગામનાં ઇલિયાસ સીમહંમદ શેખ રહે.વરઘરી તા.લુણાવાડા જી.મહીસાગર નાઓનું સીમકાર્ડ એકટીવેટ થયેલ હોય જે આધારે તેઓની તપાસ કરતા કરાવતા બાલાસિનોર પો.સ્ટે નોંધાયેલ મુદ્દામાલ એન્ડ્રોઇડ રેડમી કંપનીનો ૯ એ મોડલ જેનો આઇ.એમ.ઇ.આઇ નંબર ૮૬૯૫૧૪૦૫૮૩૧૯૦૯૬ મળી આવેલ અને જે મુદ્દામાલની કિમત રૂપિયા ૭૫૦૦/- નાં મોબાઇલ મુદ્દામાલ સાથે આરોપીને શોધી કાઢવામાં આવેલ છે.

(૧) આરોપીનુ નામ -

ઇલિયાસ સફ્રીમહંમદ શેખ રહે.વરઘરી તા.લુણાવાડા જી.મહીસાગર (૨) કબ્જે કરેલ મુદ્દામાલ - રેડમી કંપનીનો ૯ એ મોડલ મુદ્દામાલની કિમત રૂપિયા ૭૫૦૦/-

*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.