દિલ્હીમાં કેજરીવાલ સરકારની મહિલાઓને ભેટ:દર મહિને 1000 રૂપિયા મળશે, મહિલા સન્માન યોજના આજથી જ લાગુ; ચૂંટણી પછી 2100 મળશે
દિલ્હી સરકાર મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. તેને મહિલા સન્માન યોજના નામ આપવામાં આવ્યું છે. 18 વર્ષની વય પૂર્ણ કરનાર દરેક મહિલાને આ યોજનાનો લાભ મળશે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે આ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ યોજના માટે રજીસ્ટ્રેશન આજથી જ શરૂ થશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે ચૂંટણી બાદ મહિલાઓને દર મહિને અપાતી રકમ વધારીને ₹2100 કરવામાં આવશે. કેજરીવાલે 10 ડિસેમ્બરે ઓટો ડ્રાઈવરો માટે 4 જાહેરાત કરી હતી. 1. ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે.
2. હોળી અને દિવાળી પર યુનિફોર્મ બનાવવવા માટે અઢી-અઢી હજાર રૂપિયા આપવામાં આવશે.
3. 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવશે.
4. ઓટો ડ્રાઈવરોના બાળકોને કોચિંગ માટે રૂપિયા આપવામાં આવશે. AAP દિલ્હીમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... AAPની ફરિયાદ - ભાજપે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખ્યાઃ આમાં દલિતો, પછાત લોકો અને પૂર્વાંચલના લોકોનો સમાવેશ થાય છે, ECનું આશ્વાસન - આ વેરિફિકેશન વિના ન થવું જોઈએ આમ આદમી પાર્ટી (AAP)નું એક પ્રતિનિધિમંડળ 11 ડિસેમ્બરે ચૂંટણી પંચને મળ્યું હતું. AAPના આરોપ છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી મોટા પાયે લોકોના નામ કાઢી નાંખવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.