ઉત્તરાયણ પર્વને લઈ વનવિભાગ એક્શન મોડમાં રહયું - At This Time

ઉત્તરાયણ પર્વને લઈ વનવિભાગ એક્શન મોડમાં રહયું


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ - શિનોર વનવિભાગ નેચર ફાઉન્ડેશન અને પશુચિકિત્સકોનુ પક્ષીઓ બચાવવા કેમ્પનું સફળ આયોજન

ઉતરાણ પર્વની બે દિવસ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ બારેમાસ આસમાનના ગગનમાં ઉડતા નિર્દોષ પક્ષીઓની ઉડાણમાં પતંગના દોરાથી વિધ્નો આવે છે અને અનેક પક્ષીઓ જખમી થાય છે. પક્ષીઓનું રક્ષણ કરવા માટે સરકારના તરુણ અભિયાન 2023 અંતર્ગત ડભોઇ - શિનોર નેચરલ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા બે દિવસ કેમ્પ યોજી પક્ષી બચાવ કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. તેમજ આ ટીમ દ્વારા ડભોઇ અને શિનોર ખાતે ટોલ ફ્રી નંબરો પણ જારી કરવામાં આવ્યા હતા. જેથી લોકો આ ટોલ ફ્રી નંબર ઉપર આ ટીમને જાણ કરી પક્ષીઓને બચાવવા અને મુક્ત કરવામાં સહભાગી બન્યા હતા. જેમાં આજરોજ ડભોઇ વન વિભાગ અને પશુચિકિત્સકોની ટીમને સાથે રાખી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ બે દિવસમાં ડભોઇ કેન્દ્ર ઉપર કુલ પાંચ કોલ આવ્યા હતા. જેમાં આઠ પક્ષીઓને પતંગ દોરાથી મુક્ત કરવામાં સફળ બન્યા હતા. જેમાં ત્રણ પક્ષીઓને મુક્ત કરવા માટે જે તે સ્થળ ઉપર ટીમને રવાના કરવામાં આવી હતી. જ્યારે એક પક્ષીનું સ્થળ ઉપર જ કમ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે શીનોર પંથકમાં બે દિવસ દરમિયાન ત્રણ કોલ આવ્યા હતા. જેમાં બે પક્ષીઓને પતંગ દોરાથી મુક્ત કરાયા હતા અને એક પક્ષીનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.
આ કેમ્પ માં ૧ ડોક્ટર સાથે ૧૫ વોલેન્ટીયર તૈનાત કરવામાં આવ્યા હતા. બે દિવસ સુધી ૨૪ કલાક આ સેવા કાર્યરત રાખવામાં આવી હતી. વન વિભાગ અને પશુચિકિત્સક વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરશો નહીં .જેના કારણે પશુ પક્ષી તેમજ માનવ જીવનને પણ આ દોરા હાની પહોંચાડી શકે છે તેમાં કોઈ નવાઈ નહીં.
આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ પક્ષી બચાવ અભિયાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેથી મોંઘેરા પશુ - પક્ષીઓનો જીવ બચાવવામાં સહભાગી બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.