બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો : બે ઈંચ જેટલો ધોધમાર વરસાદ - At This Time

બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો : બે ઈંચ જેટલો ધોધમાર વરસાદ


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ બોટાદ)
બોટાદ શહેર અને જિલ્લામાં શુક્રવારે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગઢડા, ઢસા, ટાટમ,લાઠીદડ, બરવાળા, તાજપર સહિતના વિસ્તારોમાં આશરે બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે બોટાદની ઉતાવળી નદીમાં પણ આજે નવા નીર આવ્યા હતા. શહેરના પાળીયાદ રોડ, મહિલા કોલેજ, ટાવર રોડ, ગઢડા રોડ, સહિતના વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાના પણ બનાવ બન્યા હતા. જ્યારે શહેરની મધ્યમાં આવેલી નદીમાં ફોરવીલ, રિક્ષા, ઈકોગાડી પણ પાણીમાં ફસાઈ ગઈ હતી. શહેર અને જિલ્લામાં આશરે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ ને કારણે બોટાદના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા, અને જાહેર રસ્તા ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ સર્જાયા હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા સવારે રાત્રી જેવો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો એ વાવણીની પણ શરૂઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.