અટકાયત બાદ ઈટાલિયાએ કહ્યું, 2 મિનિટ સુધી મને NCWના ચેરમેને ધમકાવ્યો - At This Time

અટકાયત બાદ ઈટાલિયાએ કહ્યું, 2 મિનિટ સુધી મને NCWના ચેરમેને ધમકાવ્યો


અટકાયત બાદ ઈટાલિયાએ કહ્યું, 2 મિનિટ સુધી મને NCWના ચેરમેને ધમકાવ્યો હતો. પીએમ મોદી અંગે વિવાદીત ટીપ્પણી કરવા મામલે આજે દિલ્હી ખાતે ગોપાલ ઈટાલિયાએ મીડિયા સમક્ષ કેટલીક મહત્વની વાત અને અટકાયત પહેલાનો એનસીડબલ્યુ ઓફિસનો અનુભવ શેર કર્યો હતો. 

દિલ્હીમાં અટકાયત બાદ ગોપાલ ઈટાલિયાએ મીડીયાને સંબોધીત કરતા કહ્યું કે, સોશિયલ મીડિયાથી ખબર મને ખબર પડી હતી કે, એનસીડબલ્યુએ નોટીસ કાઢી છે. ત્યારથી લઈને અત્યાર સુધી આ નોટીસ શેના વિશે છે એ ખબર નથી અને મળી પણ નથી. આમ તેમ વાત કર્યા વિના નેશનલ કમિશન સામેની મારી વાત કહેવા આવ્યો છું.

હું જ્યારે એનસીડબલ્યુની ઓફિસે ગયો ત્યારે મારા વકીલને રોકવામાં આવ્યા અને સાથે નહીં આવી શકો તેમ કહ્યું. મને એકલા આવવા કહ્યું. મને કમિશનની ઓફિસમાં લઈ જતા મેં ત્યાં ચેરમેન સામે જઈને કહ્યું may i come in તેમને મને કોઈ જવાબ ના આપતા કહ્યું કે, બત્તમીજ છે એવું મને કહ્યું. શું ઓકાત છે આ સાંભળી હું શોક થઈ ગયો અને કયા પ્રકારની ભાષા છે તે સમજી ના શક્યો. 2 મિનિટ સુધી મને NCWના ચેરમેને ધમકાવ્યો. એફઆઈઆર કરી દઈશું એમ કહી મને ધમકાવતા રહ્યા. હું એ ઓફિસથી બહાર નિકળ્યો.
 
મારું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં નહોતું આવ્યું, મને ગાળો દઈને ધમકાવતા રહ્યા. તેવું મેં મારા વકીલને કહ્યું. સિવિલ ડ્રેસમાં 8થી 10 લોકો ત્યાં હતા અને તેમને મને ત્યાં બેસાડી રાખ્યો. કોઈક છોકરી ત્યાં હતી અને એ સતત મારો વીડિયો લેતી હતી. બધા મળીને મને ધમકાવવા લાગ્યા. નોટીસને લઈને તેમને કોઈ રસ નહોતો અને તેમને પોલીસને કહ્યું કે, આને ઉઠાવીને લઈ જાઓ.

આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે, હું પાટીદાર સમાજમાંથી આવું છું અને બીજેપીની સામે આ સમાજ ઉભો થયો છે. આપ પાર્ટીના સમર્થનમાં ખુલથી બહાર આવે છે. છેલ્લા કેટલાક સમયમાં બીજેપીની સરકારે પાટીદાર યુવાનો પર ગોળીઓ ચલાવી હતી. બીજેપીને લાગ્યું કે, આ પાટીદાર યુવાન કેવી રીતે બીજેપીને ચેલેન્જ કરી શકે. પુરી બીજેપી પાર્ટી ઈટાલિયા પાછળ પડી છે. હું સાધારણ છું મારી કોઈ સક્સીયત જ નથી. ટ્વીટર અને સોશિયલ મીડિયા પર જોશો તો આ લોકો એમએલએથી લઈને તમામ મારી પાછળ આઈટી સેલ સહીતને લગાવી દેવામાં આવ્યા છે.
 
બીજેપીની પાટીદાર સામાજની અગેન્સ્ટની માનસિકતા છતી થઈ રહી છે. ગુજરાતમાં મારા પર કેટલાક દીવસથી એફઆઈઆર કરવામાં આવી હતી. ગુજરાતના યુવાનો આગળ વધે તે માટે ભાજપનું આ ષડયંત્ર છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.