રાજકોટ મહાનગરપાલિકા સામે પણ હાઇકોર્ટમાં કાનૂની જંગના મંડાણ થઈ શકે
રસિકભાઈ ઠકરારને રખડતા ઢોરના ત્રાસનો ભોગ બનવું પડ્યું છે. ઢોરના ત્રાસનો મુદ્દો ગુજરાતમાં તાજેતરમાં જ ખૂબ ગાજયો છે. અમદાવાદ મહાનગર પાલિકાની તો હાઇકોર્ટે ઝાટકણી કાઢી હતી. ઉપરાંત સરકારને પણ અસરકારક પગલાં લેવા સૂચન કરેલું. ત્યારે હવે સાધુવાસવાણી રોડના બનાવમાં રાજકોટ મહાનગરપાલિકા સામે પણ હાઇકોર્ટમાં કાનૂની જંગના મંડાણ થઈ શકે છે.
જાણવા મળ્યું છે કે, મૃતકના વારસદારો દ્વારા હાઇકોર્ટના વકીલની સલાહ લેવાઈ છે. એડવોકેટ આ મામલા અંગે અભ્યાસ કરી આગળ કાર્યવાહી કરવા તૈયારી કરશે. એવું પણ જાણવા મળ્યું છેકે, પોલીસે નોંધેલી ફરિયાદમાં કલમોને લઈ વિવાદ થશે. કારણકે કલમ લેવાઈ છે તે હળવી હોવાનું કહેવાય રહ્યું છે પોલીસે નોંધેલી ફરિયાદ અંગે પણ કલમો સુધારવા ફરિયાદીના એડવોકેટ માંગ કરી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.