બહેનની મશ્કરી કરવાની ના પાડતાં યુવક પર છરીથી હુમલો - At This Time

બહેનની મશ્કરી કરવાની ના પાડતાં યુવક પર છરીથી હુમલો


મનહર સોસાયટીમાં બહેનની મશ્કરી કરતાં શખ્સને ટપારતા વિશાલ ગોર પર છરીથી હુમલો કરતાં યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની વિગત અનુસાર, આરટીઓ પાછળ મનોહર સોસાયટીમાં રહેતાં વિશાલભાઈ બાજીલાલ ગોર (ઉ.વ.18) ગતરોજ સાંજે બાજુમાં આવેલ પાનની દુકાને બેઠો હતો ત્યારે આવેલો તેનો મિત્ર જતીન ત્યાં આવ્યો હતો
અને ત્યાંથી પસાર થતી વિશાલની બહેનની મશ્કરી કરતો હતો જેની ના પાડતાં ઉશ્કેરાયેલા વિશાલે ઝઘડો કરી છરી ઝીંકી નાસી છૂટ્યો હતો. જ્યારે લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.