જાહેર રસ્તા માટે હજારો લોકો ને બાન લેતા દબાણદારો ને પાલિકા તંત્ર ની ખુલ્લી મદદ. ચાર માંડવા હટાવવા ન પડે તેમાટે ૧૪ માં નાણાંપંચ ની ૩૨ લાખ ની રસ્તા ની ગ્રાન્ટ રદ "જાહેર રસ્તો બંધ રાખી હજારો ને બાન લેતા દબાણદાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માં તંત્ર કેમ લાજ કાઢે છે ?" "ચાર દબાણદારો એ રસ્તા માટે થયેલા ઠરાવો રદ ની માંગણી કરી ચોર કોટવાલ ને ડાટે" શુ દામનગર પાલિકા જનહિત વિરુદ્ધ ઠરાવો કરે છે ? - At This Time

જાહેર રસ્તા માટે હજારો લોકો ને બાન લેતા દબાણદારો ને પાલિકા તંત્ર ની ખુલ્લી મદદ. ચાર માંડવા હટાવવા ન પડે તેમાટે ૧૪ માં નાણાંપંચ ની ૩૨ લાખ ની રસ્તા ની ગ્રાન્ટ રદ “જાહેર રસ્તો બંધ રાખી હજારો ને બાન લેતા દબાણદાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માં તંત્ર કેમ લાજ કાઢે છે ?” “ચાર દબાણદારો એ રસ્તા માટે થયેલા ઠરાવો રદ ની માંગણી કરી ચોર કોટવાલ ને ડાટે” શુ દામનગર પાલિકા જનહિત વિરુદ્ધ ઠરાવો કરે છે ?


જાહેર રસ્તા માટે હજારો લોકો ને બાન લેતા દબાણદારો ને પાલિકા તંત્ર ની ખુલ્લી મદદ.

ચાર માંડવા હટાવવા ન પડે તેમાટે ૧૪ માં નાણાંપંચ ની ૩૨ લાખ ની રસ્તા ની ગ્રાન્ટ રદ

"જાહેર રસ્તો બંધ રાખી હજારો ને બાન લેતા દબાણદાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માં તંત્ર કેમ લાજ કાઢે છે ?"

"ચાર દબાણદારો એ રસ્તા માટે થયેલા ઠરાવો રદ ની માંગણી કરી ચોર કોટવાલ ને ડાટે"

શુ દામનગર પાલિકા જનહિત વિરુદ્ધ ઠરાવો કરે છે ?

ગુજરાત સરકાર રેલવે રેવન્યુ R&B સહિત સમગ્ર વહીવટી તંત્ર ખેડૂતો અને ખોડિયારનગર ને રસ્તો મળે તેની તરફેણ માં છે તો પાલિકા કેમ વિરુદ્ધ માં ?

દામનગર નગરપાલિકા ના સત્તાધીશો ની દબાણદાર ને ખુલ્લી મદદ ૧૪ નાણાંપંચ ની રૂપિયા ૩૨ લાખ ની બજરંગનગર થી ખીડિયારનગર ને જોડતા નાળુ બનાવવા જાહેર રસ્તા ની ગ્રાન્ટ રદ દબાણદારો ના ચાર માંડવા ન હટાવવા પડે તેવી તંત્ર ની મેલી મુરાદ ગત તા.૨૫/૧૦/૨૧ ના રોજ ઠરાવ નં ૨૯૦ થી ૧૪ માં નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી બજરંગનગર થી ખોડિયારનગર જોડતા અને ખેડૂતો ને કાયમી રસ્તો મેળે તે માટે ૧૪ માં નાણાંપંચ ની ગ્રાન્ટ રૂપિયા ૩૨ લાખ ની ગ્રાન્ટ માટે ટેન્ડર કરાયું તાલુકા સંકલન જિલ્લા સંકલન માં રેવન્યુ રેલવે આર એન્ડ બી ના સ્પષ્ટ અભિપ્રાય ના વાંધા સર્ટી મેળવ્યા અને શ્રીજી નગર ના ચાર દબાણદાર ને સરકારી પડતર જમીન માંથી માંડવા હટાવી લેવા પાલિકા એ એસ્ટા ૫૧૪/૧૯/૫૧૫/૧૯ ૫૧૭/૧૯/ ૫૧૬/૧૯ તા ૧૫૦૪/૧૯ ના રોજ રહેણાંક મકાન પાછળ સરકારી પડતર જમીન માં કરેલ દબાણદૂર કરવા નોટિસો આપી નોટિસ બાદ પાલિકા ના ઈજનેર નાયબ મામલતદાર ત્રિવેદી તાલુકા મામલતદાર ગઢવી સહિત ના વહીવટી તંત્ર એ સ્થળ વિઝીટ કરી પાલિકા એ તા.૦૧/૦૭/૨૨ ના રોજ ઠરાવ નં ૨૩૨ કરી હજારો લોકો ની પીડા દૂર કરવા બંને ઠરાવો સરકારી તંત્ર ના સ્પષ્ટ અભીપ્રાયો પછી પણ હજારો લોકો ને બાન લેતા દબાણદારો ને પાલિકા તંત્ર કેમ મદદ કરતું હશે ? ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર વિરુદ્ધ પ્રતિબંધ ફરમાવતા લેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ આ દબાણદારો વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરાતી ? ચાર દબાણદાર હજારો ને બાન માં લઇ જન હિત ના ઠરાવો રદ કરવા સુધી જઈ શકે આટલી બધી કૃપા કોની ? દબાણદારો ને મદદ કરવા ૧૪ માં નાણાંપંચ ની ૩૨ લાખ ની ગ્રાન્ટ રદ પછી પાલિકા માં રસ્તા માટે થયેલ ઠરાવો રદ કરવા દબાણદારો ની માંગ કેટલી વ્યાજબી ? પાલિકા સત્તાધીશો માટે જાહેરહિત મહત્વ નું કે દબાણદાર ? ખેડૂતો અને ખોડિયારનગર ના રહીશો બજરંગનગર માંથી ચાલે તેમાં ચાર દબાણદારો કેમ નારાજ ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.