અપહરણ કેસમાં વોન્ટેડ કાર્તિકેય સિંહ બિહારના નવા કાયદા મંત્રી, નીતિશે કહ્યુ કે મને આ બાબતે નથી ખબર - At This Time

અપહરણ કેસમાં વોન્ટેડ કાર્તિકેય સિંહ બિહારના નવા કાયદા મંત્રી, નીતિશે કહ્યુ કે મને આ બાબતે નથી ખબર


નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ 2022બિહારમાં નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે.બિહારના મંત્રીમંડળમાં કાયદા મંત્રી બનાવાયેલા કાર્તિકેય સિંહ પોતે જ અપહરણના કેસમાં વોન્ટેડ છે તેવો આક્ષેપ ભાજપના નેતા સુશીલ મોદી વારંવાર કરી રહ્યા છે.આ મુદ્દે ભરાઈ પડેલા નિતિશ કુમારને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, મને આ અંગે કશું ખબર નથી.જેના પર સુશીલ મોદીએ કહ્યુ છે કે, જો નિતિશ કુમારને પહેલા નહોતી ખબર તો હવે તો ખબર પડી ગઈ છે તો કાર્તિકેય સિંહને તેમણે મંત્રીમંડળમાંથી પાણીચુ પકડાવી દેવુ જોઈએ.કાર્તિકેય સિંહ બિહારના બાહુબલી અનંત સિંહના રાઈટ હેન્ડ છે અને તેમણે પોતાના પર લાગેલા ઓરોપોનો જવાબ આપતા કહ્યુ હતુ કે, મારી જવાબદારી વધી ગઈ છે અને મારે હવે લોકો માટે કામ કરવાનુ છે. હું સરકારી શિક્ષક હતો અને 2015માં મેં વીઆરએસ લીધુ હતુ. મારા પિતા સ્વતંત્રતા સેનાની રહી ચુકયા છે.સુશીલ મોદીએ લગાવેલા આક્ષેપો અંગે તેમણે કહ્યુ હતુ કે, કેસ થવો એ અલગ વાત છે અને તેમાં દોષી સાબિત થવુ એ અલગ વાત છે.આ પહેલા એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં સુશીલ મોદીએ કહ્યુ હતુ કે કાર્તિકેય સિંહને એક અપહરણ કેસમાં વોન્ટેડ હોવાના કારણે 16 ઓગસ્ટે સરેન્ડર કરવાનુ હતુ પણ તે સરેન્ડર કરવાની જગ્યાએ મંત્રી તરીકે શપથ લેવા માટે જઈ રહ્યા હતા. શું નિતિશ કુમારને આ વાતની ખબર નથી... જ્યારે સીએમ કોઈને મંત્રી તરીકે શપથ લેવડાવે ત્યારે તેનુ પોલીસ વેરિફિકેશન પણ થતુ હોય છે. તો પણ તેમણે કાર્તિકેય સિંહને મંત્રી બનાવ્યા અને તે પણ કાયદા મંત્રી...આ પણ વાંચોઃ બિહારમાં જંગલરાજ! કાયદા મંત્રી સામે કિડનેપિંગના કેસમાં અરેસ્ટ વોરન્ટ બહાર પડ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.