લીંબડીના બોરાણા ગામની સીમમાંથી 205 કિલો ગાંજા સાથે બે શખ્સો પકડાયા.
કાર બાઇક મોબાઇલ સહિત કુલ રૂ.12,16,750 નો મુદ્દામાલ કબ્જે કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામની સીમમાંથી ગાંજા અંગે બાતમી મળી હતી આથી એસઓજી ટીમે તપાસ હાથ ધરતા કારમાં લાવેલો 205 કિલો ગાંજો કટીંગ કરે પહેલા બોરાણાના બે શખ્સોને દબોચી પાડવામાં આવ્યા હતા જ્યારે આ કાર, ત્રણ બાઇક, ગાંજો સહિત રૂ12,16,750નો મુદામાલ જપ્ત કરાયો હતો અને ઝડપાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરાઇ હતી એસઓજી ટીમ લીંબડી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોવા દરમિયાન ગાંજા અંગે બામી મળી હતી આથી લીંબડી તાલુકાના બોરાણા ગામથી બલદાણા જવાના કાચા રસ્તે તપાસ હાથ ધરી હતી જ્યાં ગાંજાનુ કટીંગ થતુ હોવાનુ ધ્યાને આવતા લીંબડીના બોરાણાના ઉમેશભાઇ ગોવિંદભા રાબા, લાલજીભાઇ ધરમશીભાઇ મોરીને ઝડપી પડાયા હતા જ્યારે ટાટા કંપીની ગાડી તપાસમાં પ્લાસ્ટીક કોથળામાં પોષ ડોડવાનો જથ્થો મળી આવ્યો હતો આથી બે શખ્સોને પોષડોડવા, ચાર મોબાઇલ ત્રણ બાઇક કાર તથા તથા 205 કિલો 500 ગ્રામ ગાંજો સહિત રૂ.12,16,750નો મુદામાલ જપ્ત કરી બંન્ને શખ્સો સામે લીંબડી પોલીસ સ્ટેશને ગુનો નોંધાવાયો હતો આ દરોડામાં પીઆઇ ડી કે સોલંકીના માર્ગદર્શનમાં, સીપીઆઇ વી કે ખાંટ, પીએસઆઇ વી ઓ વાળા,એેઅસાઇ પ્રવિણભાઇ આલ, અનિરૂધ્ધસિંહ સહિત એસઓજી ટીમ જોડાઇ હત આ બંન્ને શખ્સોની પુછપરછમાં આ ગાંજો ક્યાંથી લાવ્યા કોણે આપ્યો અહીં કોને પહોંચાડવાના હતા સહિત પુછપરછ હાથ ધરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.