મહિસાગર : સંતરામપુર તાલુકામા આવેલ ગોઠીબ ગામે સી.એચ.સી. સેન્ટર ખાતે અધિક્ષક શ્રી ની ઉપસ્થિતિ માં થયો હલ્લાબોલ.
મહિસાગર : સંતરામપુર તાલુકાનમા આવેલ ગોઠીબ ગામે સી.એચ.સી. સેન્ટર ખાતે અધિક્ષક શ્રી ની ઉપસ્થિતિ માં થયો હલ્લાબોલ
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે આવેલ સી.એચ.સી. સેન્ટર આવેલ છે જે લાંબા સમયથી આ ભાડા પર ચાલે છે અને આજરોજ ગોઠીબ ગામે રહેતા સી.એચ.સી. સેન્ટર ના માલિક દક્ષેશભાઈ પટેલ ને ભાડા ચુકવવામાં ન આવતા ત્રાસી કંટાળી ત્યા જઈને તાળું મારી દીધેલ હતું જેમાં તેની જાણ સ્ટાફ ના કર્મચારીઓએ સંતરામપુર તાલુકા અધિક્ષક શ્રી જે કે પટેલ ને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતા ત્યા ભાડાના માલિક ની બધી રજુઆતો સાંભળી અને આશ્વાસન આપ્યું હતું કે થોડો સમય આપો જે નીકળતું બધું ભાડું ચૂકવી આપવામાં આવશે. અને બીજો પ્રશ્ન ન પણ ઉભો થયો હતો અને તેમાં ગામનાં ગામજનો એ 2 વ્યક્તિ ઓ અલગ અલગ એ સી.એચ.સી સેન્ટર ના ફરજ પરના ડોક્ટર ગીતાબેન તાવિયાડ ની ફરીયાદો કરી હતી સાથે આ સેન્ટર મા ફરજ બજાવતા ડોક્ટર ગીતાબેન પ્રત્યે ગામજનો તથા અમુક દર્દીઓ સાથે દુરવ્યવહાર કરતા ભારે રોષ જોવા મળ્યો હતો અને ગામજનો ની માંગ ઉઠવા પામી છે કે આ સેંટર પર અવાર નવાર આ ગીતાબેન તાવિયાડ ના કારણે ન જેવી બાબતે હલ્લાબોલ થાય છે જેથી લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બદલી કરવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય એ છે કે આ બંને પ્રશ્નો ને લઇને અધિક્ષક શ્રી જે કે પટેલ ની ઉપસ્થિતિ માં મિટીંગ યોજાઈ હતી અને હાલમાં પણ એ જ સ્થિતી સર્જાયેલ છે તો આ બાબતે જિલ્લાનું ઉચ્ચ વહીવટી તંત્ર અને સરકાર નું ઉચ્ચ વહીવટી તંત્ર તપાસ હાથ ઘરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ સમસ્યા હલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર : અરવિંદભાઈ ખાંટ
મહિસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.