સિવિલ હોસ્પિટલમાં કેન્સર જેવી ગંભીર ગાંઠને મગજમાંથી દૂર કરવા અંગેનો વર્કશોપ યોજાયો, સર્જરીનું લાઈવ પ્રસારણ કરાયું
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગમાં સિવિલ તેમજ ઈ.એન.ટી. સોસાયટીના ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વાર ‘નોઝ થ્રુ સ્કલ’ સર્જરીનો ‘હેન્ડ ઓન વર્કશોપ’ મુંબઈના ડો. જયશંકર નારાયણની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં કેન્સર જેવી ગંભીર ગાંઠને મગજમાંથી દૂર કરવા અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં નવી ટેક્નોલોજી "ન્યુરો નેવિગેશન સિસ્ટમ"નો ઉપયોગ કરી માત્ર ટાર્ગેટ ટ્યૂમરને અન્ય કોઈ સેન્સેટિવ નર્વ કે ગ્લેન્ડને ટચ કર્યા વગર સેઈફ સર્જરી અંગેનુ નિદર્શન કરવામાં આવ્યું હતું, અને તેનું ઓપરેશન થીએટરમાંથી લાઈવ પ્રસારણ રાજકોટના ઈ.એન.ટી. સર્જન્સ અને રેસિડન્ટ ડોક્ટર્સની ટીમે નિહાળ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.