અવસર લોકશાહીનો… વૃદ્ધ હોય કે જુવાન, તમામ લોકો કરે મતદાન
હડદડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને એક ઉત્સવની જેમ ઉજવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
જે અન્વયે બોટાદ જિલ્લાની હડદડ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી. જેમાં શાળાનાં બાળકોએ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા વિવિધ બેનર્સ સાથે રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.