પુત્રીના લગ્ન માટે રાખેલા રૂ.3.24 લાખના દાગીનાની ચોરી
નવાગામમાં પોસ્ટ કર્મચારીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ પુત્રીના લગ્ન માટે રાખેલા રૂ.3.24 લાખના દાગીનાની ચોરી કરી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે નવાગામ આણંદપર રંગીલા સોસાયટી પાસે નવીન રેસીડન્સી શેરી નં.2 બ્લોક નં એ-6 માં રહેતાં માધાભાઇ રૂડાભાઇ ઝાલા (ઉ.વ.52) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ પોસ્ટ કોલોની રામનગર ઉનામાં પરીવાર સાથે રહે છે અને તેઓ દિવ મેઇન પોસ્ટ ઓફીસમાં પોસ્ટલ આસીટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમા બે દિકરી અને એક દિકરો છે. હાલ તેઓની પત્ની અને મોટી પુત્રી નવાગામ ખાતે રહે છે.
ગઇ તા.30/03/2024 ના બપોરના સમયે તેમની અને મોટી દિકરી બંને ઉના આંટો મારવા માટે આવેલ હતા. બાદ આજ રોજ તા. 02/04/2024 ના તેમની મકાનની બાજુમા રહેતા પાડોશી બાબુભાઇ વઘેરાના ફોન આવેલ અને જણાવેલ કે, તમારા ઘરનુ તાળુ તુટેલુ છે અને દરવાજો ખુલ્લો છે,તેમ વાત કરતાં સાંજના પરીવાર સાથે નવાગામ દોડી આવેલ અને ઘરે જઈને જોયેલ તો ઘરનો દરવાજાનો નકુચો તુટેલ હાલતમાં અને દરવાજો ખુલ્લો જોવામા આવેલ તેમજ ઘરમા બધો સામાન વેરવીખેર કરી નાખેલ હતો. જેથી ઘરમા દિકરીના લગ્ન નજીક હોય અને તેને આપવાના ઘરેણા અને તેની સગાઇ વખતે આવેલ ઘરેણા અનાજ ભરવાની કોઠીમા બોક્ષમા રાખેલ હતાં. તે બધા બોક્ષ ત્યા ખાલી વીખરાયેલ જોવા મળેલ હતાં.
બોક્ષમાં એક સોનાનો હાર સાડા ત્રણ તોલા રૂ.90 હજાર, સોનાના પેન્ડલ સેટ નંગ 2 ચાર તોલા રૂ.1.20 લાખ, ત્રણ જોડી સોનાની બુટી રૂ.30 હજાર, એક નાનુ ઓમ રૂ.10 હજાર, નાકના દાણા નંગ.4 રૂ. 4 હજાર, એક જોડી સોનાની પટ્ટીવાળા પાટલા રૂ.15 હજાર, સોનાની પાટલી નંગ.4 રૂ.10 હજાર, સોનાની વીંટી નંગ.4 રૂ.35 હજાર, બે જોડી ચાંદીની પાયલ રૂ.3 હજાર, બે ચાંદીની માછલી, એક ચાંદીનો તુલશી કયારો અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.3.24 લાખનો મુદ્દામાલ હતો. જે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો તમામ મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બંધ મકાનમાં થયેલ ચોરીમાં મકાનની આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ માટે પડકાર ઉભો થયો છે. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસ, એલસીબી ઝોન-1, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ટેક્નિકલ સોર્સની મદદથી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.