આજે ધૂળેટીએ લોકો એકબીજા રંગ લગાવી ઉજવણી કરી રહયા છે. પરંતુ પોરબંદર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર હોળી ધૂળટી પર્વેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી છે. આજ ખાસ કરીને બરડા અને ધેડ પંથક અમુક ગામડાઓમાં છાણાવાળી તેમજ કાપડા આટી વાળી આવી અનેક રીતે હોળી ધૂૃળેટી પર્વે ઉજવણી કરવામાં આવી છે.

પોરબંદરમાં આજે ધૂળેટીના નિમિતે લોકો એક બીજાને ગુલાલ લગાડી અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે પરંતુ પોરબંદર તાલુકાની વિસાવાડાની છાણાં હોળી રમાય હતી. બુરા ન માનો હોલી હે...આ વાક્ય તો આપે આજે ખૂબ સાંભળ્યું હશે. હોળીને રંગોનો પર્વ કહેવાય છે એ પણ આપ જાણતા જ હશો. પણ આજે અમે આપને જણાવીશું હોળી રમવાની એક અનોખી પરંપરા, વિશે સામાન્ય રીતે હોળી રમવા માટે લોકો રંગ અથવા ફૂલનો ઉપયોગ કરતા હોય છે. રંગો વડે હોળી રમી લોકો રાગ-દ્વેષ ભૂલી એક્તાના રંગે રંગાઇ જાય છે. પરંતુ વિસાવાડા ગામમાં લોકો એક બીજાને છાણાં મારી હોળીનો તહેવાર ઉજવે છે. પોરબંદર નજીક આવેલા વિસાવાડા ગામે હોળીના બીજા દિવસે એટલે કે આજે ધુળેટીના દિવસને અહીંના લોકો પડવા તરીકે ઉજવે છે. પડવો ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં હોળી પછીના ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટે છે. ખાસ કરીને મોટાભાગના લોકો મહેર જ્ઞાતિના હોવાથી વિસાવાડા ગામના ચોકમાં મહેર જ્ઞાતિના લોકો એક બીજાને સામસામે છાણાં ફેંકી જુના મનદુખ અને વેર-ઝેર ભૂલી જાય છે. તેમા મહેર જ્ઞાતિના અલગ અલગ શાખના લોકો એક બિજાને છાણા મારી હોળી મનાવે છે. આ પ્રથા વિસાવાડા ગામની વર્ષો જુની છે જેમા નાના બાળકોથી માંડી મોટી ઉમરના ભાઇઓ પણ આ રીતે હોળી ઉજવે છે. આજે મહેર સમાજ દ્વારા આ પરંપરા જાળવી રાખી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.