સાબરકાંઠા વન વિભાગની અનોખી પહેલ - At This Time

સાબરકાંઠા વન વિભાગની અનોખી પહેલ


સાબરકાંઠા વન વિભાગની અનોખી પહેલ

સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિન નિમિત્તે છોડવાઓનું વિતરણ કરાયું

સાબરકાંઠા જિલ્લાના મથક હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે યોગ સાધકોને ૧૦૦૦થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય યોગ દિન પ્રસંગે લોકોના શારીરિક માનસિક આરોગ્યની સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય અને ઉપસ્થિત યોગ સાધકો વૃક્ષા રોપણ કરી શકે તે હેતુથી અધિકારીઓ કર્મચારીઓ બાળકો સર્વેને ભેટ સ્વરૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 1,000 થી વધુ રોપાઓનું વિતરણ કરી સર્વેને આ રોપાઓનું જતન કરવા અપીલ કરાઈ હતી.

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.