તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ અને રેડની કામગીરી - At This Time

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ અને રેડની કામગીરી


(અજય ચૌહાણ દ્વારા)
8 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 14 જેટલા દુકાનધારકો પાસેથી દંડ વસૂલાયો સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેક્ટરશ્રી ડો. જેન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા તેમજ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.બી.કે વાગડીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી શહેરી આરોગ્ય કેન્દ્ર, બોટાદ દ્વારા ટાસ્ક ફોર્સ દ્વારા બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર શાળા પાસે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે 18 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 14 જેટલા દુકાનધારકો પાસેથી રૂ.6400નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કામગીરીમાં શહેરી આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ડો.નીલ કાથડ અને સુપરવાઈઝરશ્રી નરેન્દ્રભાઈ, નગરપાલિકા બોટાદ શોપ ઇન્સ્પેક્ટર શ્રી રાજુભાઇ ડેરૈયા, પોલીસ વિભાગના શ્રી અજીતભાઈ જે. ભોજક અને શિક્ષણ વિભાગના શાળા નંબર 25ના આચાર્યશ્રી હરેશભાઈ ભોજક દ્વારા આ કામગીરી ચોક્કસાઈપૂર્વક કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.