ચોટીલા નજીક મંડોર વાકાનેર રૂટની બસ મોડી પહોંચતા પોલીસની ખોટી ઓળખ આપી કંડકટર સાથે મારામારી કરી
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હીનાબેન ગોહિલ અને ધવલ હડીયેચાએ કંડકટરને ચાલુ બસે માર માર્યો હતો હીનાબેને પોતે પોલીસમાં હોવાની ઓળખ આપી જ્યારે ધવલ હિડેચિયાએ પોતે એ.સી.બી.નો અધિકારી હોવાની ઓળખ આપી હતી જીતેન્દ્રસિંહ જયસિંહ ઝાલા ગરાસીયા દરબાર એસ ટી કંડક્ટર રહે રાજકોટ ગાંધીગ્રામ કુલદેવી કૃપા જીવતીકાનગર શેરી નં.2/3 રાજકોટ જી રાજકોટનાએ ફરીયાદ નોંધાવી છે કે, ચોટીલા નેશનલ હાઇવે રોડ રાજકોટ તરફના જતા એસટી સ્ટેન્ડમાં આરોપી હિનાબેન અજીતસિંહ ગોહિલ રાજપુત ધવલભાઇ જયસુખભાઇ હડીયેચા રહે રાજકોટ ફરીયાદી તથા સાહેદ મંડોરથી વાંકાનેર રૂટની બસમાં પોતાની કાયદેસરની કંડક્ટરની તથા ડ્રાઇવરની ફરજમા હતા અને દાહોદ સ્માર્ટ સીટીનું કામ ચાલુ હોય, જેથી ગોધરા બસ સ્ટેન્ડમાં બસ મોડી પહોચી હતી જેથી આરોપીએ પેસેન્જર તરીકે બેઠા હતા તેમને ફરીયાદી સાથે ગેરવર્તન કરી બીજા આરોપીએ ચોટીલા હાઇવે બસ સ્ટેન્ડમાં ફોરવ્હીલ ગાડી નં.GJ 03 FD 4996 વાળી લઇ આવી ફરીયાદી તથા સાહેદ એસટી ના ડ્રેસમાં હોય તેમને બંને આરોપીઓએ ધોલ થપ્પડ મારી ઝપાઝપી કરી ફરીયાદીનો શર્ટનો કોલર ફાડી નાખી આરોપી હિનાબેન અજીતસિંહ ગોહિલ રાજપુતે પોતે પોલીસમાં ન હોવા છતા પોલીસમાં
હોવાનું તેમજ આરોપી ધવલભાઇ જયસુખભાઇ હડીયેચા સુથારે પોતે એ.સી.બી.માં હોવાની ખોટી ઓળખ આપી આરોપી ધવલભાઇ જયસુખભાઇ હડીયેચા સુથારે ફોરવ્હીલ ગાડીમાંથી ધોકો ફરીયાદીને મારવા દોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી.સુરેન્દ્રનગર હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હતો આ બનાવની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.હે. કો.દિલીપભાઇ હરીભાઇ ચલાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.