આ તો બોટાદનો કેવો વિકાસ કહેવાય.?
આ તો બોટાદનો કેવો વિકાસ કહેવાય.?
કસ્માત અટકાવવા નાંખેલા સ્પીડ બ્રેકરના સળિયા થી દુર્ઘટના સર્જાશે કે સુ.??
સાળંગપુર તરફ યાત્રા કરતા લોકો તથા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય
બોટાદ શહેરના મુખ્ય માર્ગો ગણાતા એવા નવનાળા હરણકુઈ , સબિહા હોસ્પિટલ સાળંગપુર રોડ તરફ તંત્ર દ્વારા લોકોની સલામતી માટે અને અકસ્માત નિવારવા માટે સ્પિડ બ્રેકરો નાંખવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામા આવે તો ચાર રસ્તાઓ હોય ત્યાં વાહનો ધીમા કરી અકસ્માત ટાળવા માટે આ બમ્પ લગાવવામાં આવ્યા છે પરંતુ શહેર માં ઠેરઠેર આવા સ્પિડ બ્રેકરો તૂટી ગયા છે અને ઉખડી ગયા છે તેમા લગાવવા આવેલા ખિલ્લાઓ ખૂલી ગયા છે અને રસ્તાની બહાર આવી ગયા છે જો આ ખિલ્લા અંધારામાં કોઇ વાહન ચાલકને અથવા કોઈ રાહદારીઓ ન દેખાય તો ભયજનક અકસ્માતનો બનાવ પણ બની શકે તે ઉપરાંત ચાલતા વાહનને નુકસાન થવા સાથે તેને પણ ગંભીર અકસ્માતનો ભય રહે છે.આથી વહેલી તકે આવા સ્પિડ બ્રેકરો રિપેર કરવા અથવા તેનુ કામ નવે સરથી કરવા મા આવે સાથો સાથ ઉચ્ચ અધિકારીયો દ્વારા તમામ સ્પિડ બ્રેકરોનુ નિરિક્ક્ષણ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામા આવે તેવી લોકમાંગ ઊઠી છે.
રિપોર્ટ અસરફ જાગડ બોટાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.