બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ધામ ખાતે આવેલ પૌરાણિક પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ત્રિવેણી સંગમ ગણી શકાય
તેવો આજનો દિવસ ભાદરવી અમાસ અને એમાં પણ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા તો મંદિર ખાતે પરંપરાગત રીતે 52 ગજની ધજા ચડાવવામાં આવી તો લોકમેળો યોજાયો જેમાં મોટી સંખ્યામાં પંથકના લોકો ઉમટી પડ્યા હતા તો મંદિર ખાતે પરંપરાગત રીતે આજે રક્ષાબંધન પર બંધાયેલી રાખડીઓ અહીં ઝાડ પર બાંધવામાં આવી તેમજ નદીમાં પધરાવવામાં આવી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલું છે પૌરાણિક પ્રાચીન એવું 5,500 વર્ષથી વધુ પુરાણું એવું પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર આ મંદિર પંથક તેમજ રાજ્યભરના લોકોમાં ખૂબ જ આસ્થા ધરાવતું સ્થાન છે ત્યારે પૌરાણિક પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજન થતું હોય છે જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને અને પૂજન અર્થે આવતા હોય છે ત્યારે આજરોજના ત્રિવેણી સંગમ કહી શકાય તેવો દિવસ એટલે કે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસ સાથે જ આજે અનોખો સંયોગ એટલે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર ત્યારે આજે સોમવારને લઈ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પંથકનો સૌથી મોટો એવો લોકમેળો અહીં ભરાય છે ત્યારે આજે લોકમેળામાં મોટી સંખ્યામાં પંથકના લોકો ભાવવિભોર ભક્તિ સાથે ઉમટી પડ્યા હતા તો મંદિર ખાતે પરંપરાગત રીતે બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે જે ધજા પણ આજે 452મી વખત ચડાવવામાં આવી હતી જે ધજા પરંપરાગત રીતે ગાંફ ગાદીના ઠાકોર સાહેબના હસ્તે આ બાવન ગજની ધજા ભીમનાથ મહાદેવને ચડાવવામાં આવી હતી ત્યારે મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમની સાથે સાથે અહીંની વિશેષ માન્યતા મુજબ લોકોએ રક્ષાબંધન પર બાંધેલી રાખડીઓ આજે મંદિર પરિસરમાં આવેલ જાળ વૃક્ષ તેમજ નિલકા નદીના તટમાં પધરાવી વિશેષ પૂજન અર્ચન કરી મેળા નો માહોલ માણ્યો હતો ત્યારે સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચના દર્શન તેમજ મેળો મહાલવા માટે ઊમટી પડ્યા હતા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.