મહીસાગર જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી
મહીસાગર જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પોષણ પખવાડાના પ્રથમ દિવસ ગત તા. ૨૦ માર્ચના રોજ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા અને આયુષ શાખા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ અને આદિજાતિ વિભાગના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મિલેટ (શ્રી ધાન્ય ) જેવા કે બાજરી,જુવાર, નાગલી, બાવટો, કોદરા ,સામો,વગેરેમાંથી વિવિધ વાનગી બનાવી નિરદર્શનનું આયોજન કરાયું હતું.પોષણ પખવાડાના બીજા દિવસ તા. ૨૧ માર્ચના રોજ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા અને આરોગ્ય શાખા ના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ત્રીજા મંગળવાર -અન્ન પ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ પખવાડાના ત્રીજા દિવસે તા. ૨૨ માર્ચના રોજ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા અને આરોગ્ય શાખા,શિક્ષણ શાખા,આયુષ શાખા,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ પંચાયત શાખા ના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મિલેટ તેમજ પોષણ અંગે જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.