વિજયનગરની આટર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વિજયનગરની આટર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
**********************
રમતોત્સવથી રમતવીરોને નવી પ્રેરણા અને પુરક બળ મળ્યા છે.
- સાસંદ શ્રીમતી રમીલાબેન બારા
*******************************
સમગ્ર રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિના ત્રિ-દિવસીય કાર્યક્રમ હાથ ધરાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં દ્વિતીય દિવસે વિજયનગરની આટર્સ કોલેજ ખાતે રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં નેશનલ ગેમ્સ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેના પરીણામે ગામડાના અંતરીયાળ વિસ્તારમાં રહેતા રમતવીરોમાં કૌવત બહાર આવ્યું જેને લઇ રાજયથી લઇ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનું નામ ઉજાગર થયું છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળ દરમિયાન વિવિધ ઉત્સવોની શરૂઆત કરવામાં આવી અને આ જનઉત્સવો થકી લોકોને જોડવાનું ઉમદા કાર્ય થયું છે. રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે શરૂ થયેલા રમતોત્સવથી રમતવીરોને નવી પ્રેરણા અને પુરકબળ મળ્યા હોવાનું સાસંદશ્રીએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉ૫સ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટલે જણાવ્યું હતું કે, શિક્ષણએ પાયાની જરૂરીયાત છે જયારે શિક્ષણની સાથે જોડાયેલ રમત વિકાસનું મહત્વનું પરીબળ છે. રમતો થકી રચનાત્મક પ્રવૃતિને વેગ મળતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
કલેકટર શ્રી હિતેષ કોયાએ વિધાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા રમતને વધુ વેગ મળે તે માટે અધ્યતન સુવિધથી સજ્જ જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તેની સાથે રમતવીરોમાં કૌશલ્ય સજ્જતા આવે તે માટે તજજ્ઞ કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે. વધુમાં તેમણે ૩૬મી નેશનલ ગેમ્સમાં સમાવિષ્ટ ૩૬ રમતો પૈકી કોઇપણ એક રમતમાં ભાગ લેવા પણ આહ્વાન કર્યું હતું. જેનાથી એકાગ્રતા, અનુશાસન અને ખેલદિલીનો ભાવ પેદા થાય છે.
વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઇ નિનામા, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી શ્રી ત્રિવેણી સરવૈયા,સંસ્થા અગ્રણી શ્રી મણિભાઇ પટેલ, તાલુકા અગ્રણી શ્રી મયુર શાહ, રણધીરભાઇ, પંકજભાઇ સહિત કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આબિદઅલી ભુરા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.