સ્વામિનારાયણ મંદિરમાં ભાજપની સભાથી આચારસંહિતા ભંગ મુદ્દે ફરિયાદીને CEOનું તેડું
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટ બાદ હવે મુખ્ય નિર્વાચીન અધિકારીએ ફરિયાદીને 15મીએ બોલાવ્યા
જિલ્લા ચૂંટણી અધિકારીએ આ ફરિયાદમાં ગત 1લી એપ્રિલે ચીફ ઇલેકશન ઓફિસરને રિપોર્ટ કરી દીધો છે
રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તથા ભાજપના આગેવાનોએ સ્વામિનારાયણ મંદિરમાં સભાનું આયોજન કરી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરાયા બાદ તપાસનો અહેવાલ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુખ્ય નિર્વાચીન અધિકારીને મોકલી આપ્યો હતો. આ પ્રકરણમાં હવે રાજ્યના ચીફ ઇલેકશન ઓફિસરે ફરિયાદીને તા.15મી એપ્રિલે હિયરિંગ માટે તેડું મોકલ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.