વિદેશ નવરાત્રી મહોસ્તવના કાર્યક્રમમાં મહેર જ્ઞાતિના કલાકારો લોકસંસ્કૃતિ રજુ કરવા જતા તેઓને મહેર યુવા ગ્રુપ દ્વારા શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ યોજાયો - At This Time

વિદેશ નવરાત્રી મહોસ્તવના કાર્યક્રમમાં મહેર જ્ઞાતિના કલાકારો લોકસંસ્કૃતિ રજુ કરવા જતા તેઓને મહેર યુવા ગ્રુપ દ્વારા શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ યોજાયો


ગોસા(ઘેડ) તા.૦૫/૧૦/૨૦૨૩
મહેર સમાજ વર્ષોથી લોકસંસ્કૃતિ, પરંપરા તેમજ પહેરવેશ થી દેશ-વિદેશમાં જાણીતો છે તેમજ તેમના સૌર્ય રાસ મણીયારો અને રાસડા પણ એટલા જ વિશ્વ પ્રસિધ્ધ છે. તેથી દેશ-વિદેશના મહેર જ્ઞાતિના કલાકારોને વિદેશ સ્ટેજ કાર્યક્રમમાં મહેર જ્ઞાતિની લોક સંસ્કૃતિ રજૂ કરવા આમંત્રિત કરવામાં આવતા હોય છે
દર વર્ષની જેમ આ સાલ પણ વિદેશની ધરતી પર માં જગદંબાના નવલા નોરતાના કાર્યક્રમમાં મહેર જ્ઞાતિના કલાકારોને લોક સંસ્કૃતિ રજૂ કરવા આમંત્રિત કરવામાં આવતા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત મહેર યુવા ગ્રુપ દ્રારા વર્ષ ૨૦૨૩ માં વિદેશની ભૂમિ પર નવરાત્રી રાસોત્સવના કાર્યક્રમમાં લોકસાંસ્ક્રુતિ રજુ કરવા માટે જતા મહેર જ્ઞાતિના ગાયક કલાકારો તેમજ સાઉન્ડ ટેક્નિશિયન ભાઈઓને શુભેચ્છા પાઠવતા સમારોહનું માધવાણી કોલેજ સામે આવેલ શ્રી મહેર વિધાર્થી ભવનભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
વર્ષ ૨૦૨૩ માં યુ.કે.ના લેસ્ટર ખાતે લોક ગાયક લાખણશીભાઈ આંત્રોલીયા તેમજ સાઉન્ડ ટેકનિશિયન ભરતભાઈ મોઢવાડિયા જ્યારે યુગાન્ડાના જીંજા ખાતે નવરાત્રી રાસોત્સવમાં લોકસાંસ્ક્રુતિ રજુ કરવા જતા લોકગાયક વિજયભાઈ ઓડેદરા અને સાઉન્ડ ટેકનિશિયન વિક્રમભાઈ કેશવાલાના વિદેશ પ્રવાસને મહેર યુવા ગ્રુપ તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્રારા શુભકામના પાઠવવામાં આવી હતી.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્રારા છેલ્લા ૨૩ વર્ષથી પોરબંદર ખાતે ભાતીગળ નવરાત્રી મહોસ્તવ નાં ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અને દિવ્ય નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ રાસોત્સવમાં પોતાની સેવા આપનાર મહેર જ્ઞાતિના કલાકાર તેમજ જુદા જુદા સર્વિસ દ્રારા જોડાયેલા જ્ઞાતિ ભાઈઓને પણ આ તકે તેને શ્રેષ્ઠ કામગીરી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
આજના અનોખા શુભેચ્છા સન્માન સમારોહમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા એ પણ આ તકે અહીં હાજર ન હોવા છતાં યુકે થી ખાસ શુભેચ્છા સંદેશો પાઠવી શુભકામનાઓ આપી હતી આજના આ કાર્યક્રમમાં સંસ્થાના મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા, ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા, અરજણભાઈ ખીસ્ત્રીયા ટ્રસ્ટીગણમાં રાયદેભાઈ મોઢવાડિયા,પરબતભાઈ કેશવાલા,અરજનભાઈ ખુટી તેમજ પોરબંદર ખાતે યોજના મહેર નવરાત્રી રાસોત્સવમાં લોકગાયક જીતભાઈ કેશવાલા તેમજ લીલુબેન કેશવાલા તથા લોક ગાયક રમેશભાઈ ઓડેદરા,ભરતભાઈ કારાવદરા,મહેર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓ તથા મહેર યુવા ગ્રુપના અધ્યક્ષ હમીરભાઈ ખીસ્તરીયા તથા સહ અધ્યક્ષ રાણાભાઈ વિરમભાઈ ઓડેદરા,મહેર શક્તિસેના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા તથા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના ઓફિસ કર્મચારીઓ આ તકે ખાસ હાજરી આપી સૌ કલાકાર મિત્રો તેમના સાથી ભાઈઓને શુભેચ્છા સહ પ્રોત્સાહન પુરુ પાડેલ. આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્રારા દેશ વિદેશમાં મહેર જ્ઞાતિની ભારતીય લોક સંસ્કૃતિના કાર્યક્રમમાં આપવા જતા કલાકારો સાથે મિત્રોને આ તકે શુભકામના સથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.