કારમાં બેસેલા યુગલને પોલીસની ઓળખ આપી બે કલાક સુધી અપહરણ કર્યું, લૂંટ ચલાવી યુવતીની છેડતી કરી
થર્ટી ફર્સ્ટ પર રાતે અવધના ઢાળીયે કારમાં બેસેલા યુગલને પોલીસની ઓળખ આપી બે કલાક સુધી અપહરણ કરી રૂ.1700 ની લૂંટ ચલાવી યુવતીની છેડતી કરવાના બનાવમાં યુની. પોલીસે બે સગા ભાઈ સહિત ચાર હિસ્ટ્રીશીટરને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
બનાવ અંગે નાના મવા સત્યસાઈ મેઈન રોડ પર રહેતાં 24 વર્ષીય યુવકે નોંધાવેલ ફરીયાદમાં અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેમના પિતાને શાપર વેરાવળ મેઇન રોડ મામાદેવ મંદિરની આગળ એ.આર.ડેવલોપર્સ નામની ઓફીસ છે ત્યા તે કામ કરે છે.
ગઈ તા.31/12/2024 ના રાત્રીના સમયે તે અને તેની ફિયાન્સી સાથે વરના કાર નં. GJ-03-JL- 7671 લઈને સાડા સાતેક વાગ્યે ઘરેથી નિકળી કાલાવડ રોડ ઉપર જમવા ગયેલ હતા.
પ્રથમ બંને કાલાવડ રોડ ઉપર સાઇઝ ઝીરો હોટલે ગયેલ બાદ ત્યાથી કાલાવડ રોડ ઉપર હરિપરના પાટીયા પાસે આવેલ ફોનીક્ષ હોટલે ગયેલ હતા. ત્યાથી મોડી રાત્રીના નિકળી કાલાવાડ રોડથી અવધ રોડ તરફ આવેલ સીઝન્સ હોટેલ ખાતે આઇસ્ક્રીમ ખાવા ગયેલ હતા, પરંતુ 31 ડીસેમ્બરના કારણે સીઝન્સ હોટલે ટ્રાફીક વધુ હોય જેથી ત્યાથી નિકળી ગયેલ અને અવધ રોડ ઉપર તે અને તેમની ફીયાન્સી બન્ને ડ્રાઇવ કરતા હતા. ત્યારે રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ સીઝન્સ હોટલની બહાર સર્કલ પાસે ગાડી ઉભી રાખી વાતો કરતા હતા. ત્યારે તે ડ્રાઇવર સીટ ઉપર બેસેલ અને ફીયાન્સી બાજુની શીટ ઉપર બેસેલ હતી.
ત્યારે તેમની કાર પાછળથી એક સફેદ કલરની વર્ના કાર આવેલ અને તે કારના ચાલકે પોતાની ગાડી આગળ ઉભી રાખી દીધેલ ત્યારે તે પોતે ગાડી ચલાવવા જતા આરોપીઓએ કાર આડી ઉભેલ દેતાં તેઓ આગળ જઈ શકેલ નહી, ત્યારે કારમાંથી બે વ્યક્તિ નીચે ઉતરેલ અને ગાડીના દરવાજા આગળ આવી એક વ્યક્તિ ગાડીની જમણી બાજુ ઉભો રહી ગયેલ ત્યારે ગાડીનો કાચ ખોલતા તેને ગાડીની ચાવી કાઢી લીધેલ અને કહેલ કે, તમે અહીયા શું કરો છો, અમારી ગાડીમાં મુંજકા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પોલીસ છે બહાર આવીને સાહેબને મળી લ્યો પરંતુ તેઓ બહાર આવેલ નહી ગાડીની ચાવી લેવા પ્રયત્ન કરેલ પરંતુ ઝપાઝપી થતા આરોપીઓએ ચાવી લઈ લીધેલ હતી.
બાદમાં તે બન્ને વ્યક્તિઓ ગાડીમાં પાછળની સીટમાં બેસી ગયેલ અને ચાવી પરત આપી ગાડી ચલાવવા કહેલ ત્યારે તેઓની વર્ના ગાડી પાછળ તેમની કાર ચલાવતા હતા. સીઝન્સ હોટલથી કાલાવાડ રોડ તરફ જતા રસ્તે થોડે આગળ તેઓની કાર આગળ નિકળી ડાબી તરફ કાચા રસ્તા પાસે ઉભી રહેલ ત્યારે તે કારના નંબર જોયેલતો GJ-03-EC- 5537 જોવામા આવેલ હતા.
દરમિયાન કારમાં પાછળ બેસેલ વ્યક્તિએ ગાડી રોકવાનું કહેતાં તેઓએ ગાડી રોકતા બન્ને નીચે ઉતરી ગયેલ તેમાંથી એક વ્યક્તિએ કારમાં પાછળના દરવાજેથી અંદર પ્રવેશ કરી ફીયાન્સીને મોઢા ઉપર મૂક્કો મારેલ હતી અને ચાર-પાંચ લાફા ફડાકા ઝીંકી દિધેલ અને રૂ.1700 રોકડની લૂંટ ચલાવી હતી. તે બાદ પોતાની ગાડી લઈ ત્યાંથી પૂરઝડપે ભાગી ગયેલ અને તેઓ બન્ને ગભરાય ગયેલ હતા જેથી ત્યાથી નિકળી ગયેલ અને કાલાવાડ રોડ ઉપર આવેલ કોસ્મોપ્લેક્ષ સિનેમા પાસે રોડ ઉપર ગાડી ઉભી રાખેલ અને ડેકીમાથી ફોન કાઢી ફોન ચાલુ કરેલ અને પિતાને ફોન કરેલ અને જડુસ હોટલના બ્રીજ પાસે ભેગા થયેલ હતા.
ત્યારે કોઇ પોલીસ ફરીયાદ કરેલ ન હતી. તેઓ બન્ને ડરી ગયેલ હતા. બાદમાં બપોરે ફરિયાદીએ ફીયાન્સીને પુછતાં તેને જણાવેલ કે, આ બનાવ બનેલ ત્યારે આપણી ગાડીમા મારી સાથે બેસેલ હતો તે વ્યક્તિએ સફેદ કલરનુ ટી- શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરલ હતુ. મારી પાસે પહેલા ફોન નંબર માગેલ અને મને કિશ કરવાની કોશીશ કરેલ હતી. દરમ્યાન તે વ્યક્તિએ સાથળના ભાગે પોતાનો હાથ ફેરવેલ અને મને હાથ પકડી બાથ ભરવા પ્રયત્ન કરતો હતો. પણ તેને આવુ કરવા દીધેલ નહી ત્યારે કહેવા લાગેલ કે, આવા છોકરા સાથે શું ફરે છે, તે તારૂ પ્રોટેક્શન શું કરશે તુ મારી ભેગી ચાલ ત્યારે પણ તેને હાથ લગાડવાનું ચાલુ રાખેલ હતું.
આશરે અડધી થી પોણો કલાક સુધી બનેલ હતુ. ત્યારે તે ગભરાય ગયેલ હતી. જેથી મે તને કોઇ વાત કરેલ ન હતી.જે અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે બીએનએસ એક્ટ અપહરણ, છેડતી, લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી પીઆઈ એચ. એન. પટેલ અને ટીમે ગણતરીની કલાકોમાં ગુનો આચરનાર વિપુલ લાભુ મેતા (રહે. પરિશ્રમ સોસાયટી, સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં), અલ્પેશ ઉર્ફે અપ્પુ નરેશ મકવાણા, પરીમલ ત્રિભોવન સોલંકી (રહે. અવધનો ઢાળ, આંબેડકર આવાસ યોજના ક્વાર્ટર) અને વિજય ઉર્ફે કળિયો ત્રિભોવન સોલંકીને દબોચી ગુનામાં ઉપયોગ થયેલ કાર કબ્જે કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી વિપુલ મેતા વિરૂદ્ધ હત્યા, અપહરણ સહિત ત્રણ ગુના, આરોપી અલ્પેશ ઉર્ફે અપ્પુ વિરૂદ્ધ મારામારી, હુમલો, ચોરી સહિત 10 ગુના, આરોપી પરીમલ સોલંકી વિરૂદ્ધ દુષ્કર્મ, દારૂ સહિત સાત ગુના તેમજ વિજય ઉર્ફે કળીયો વિરૂદ્ધ ચોરી, મારામારી સહિત સાત ગુના નોંધાયેલ છે. જેમાં આરોપી પરીમલ અને વિજય બંને સગા ભાઈઓ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.