ફેબ્રુઆરી મહિનો પુરો થતાં થતાં વાતાવરણમા પલટો - At This Time

ફેબ્રુઆરી મહિનો પુરો થતાં થતાં વાતાવરણમા પલટો


ફેબ્રુઆરી મહિનો પુરો થતાં થતાં વાતાવરણમા પલટો

હવામાન વિભાગે ૨૬ ફેબ્રુઆરીથી થી જમ્મુ- કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં સતત થઈ રહ્યો છે બદલાવ. બદલાઈ રહી છે હવામાનની પેટર્ન. આ સંકેતો છે કંઈક નવાજૂનીના એંધાણ. શિયાળો પુરો થતો નથી, ઉનાળો આવતો નથી અને આ સ્થિતિની વચ્ચે દસ્તક દઈ રહ્યું છે ચોમાસું! આને કઈ સિઝન કહેવી એ હવામાન શાસ્ત્રીઓ માટે પણ એક કોયડું છે. ઠંડી પડી રહી છે અને આ દરમિયાન વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. એક તરફ લોકો ગરમ કપડાં હવે કપાટમાં મુકીને પેકિંગ કરી રહ્યાં છે અને ઉનાળાની તૈયારીઓ કરી રહ્યાં છે.

એવામાં શિયાળા અને ઉનાળાની સંતાકુકડી વચ્ચે ચોમાસું વચ્ચે વચ્ચે રમત રમી રહ્યું છે. હાલ દેશભરમાં કંઈક આજ પ્રકારનું વાતાવરણ ઉભું થયું છે. આ વાતાવરણ અને હવામાનની બદલાયેલી પેટર્ન એવા સંકેતો આપે છેકે, આજે ફરી હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. તેની અસર ઘણા રાજયોમાં જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીનું આકાશ સ્વચ્છ છે. પરંતુ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને મણિપુરમાં હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. તે જ સમયે, કોસ્ટલ ઓડિશા અને ઉત્તર-પૂર્વ ભારતમાં હળવો વરસાદ થયો હતો. અરુણાચલ પ્રદેશ, લદાખ, જમ્મુ અને કાશ્મીર, મુઝફ્ફરાબાદ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવી હિમવર્ષા થઈ. ફેબ્રુઆરી મહિનામાં હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના હિલ સ્ટેશનો ધમધમી રહ્યા છે. હિમવર્ષાના જે કારણે ઉધમપુરના પર્યટન સ્થળ પટનીટોપમાં પ્રવાસીઓ આવવા લાગ્યા છે.

બીજી તરફ પ્રવાસીઓ પણ ગુલગારમમાં બરફવર્ષાની મજા માણી રહ્યા છે. - હવામાન વિભાગે ૨૬ ફેબ્રુઆરીથી જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને
ન હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે વિસ્તારોમાં સફેદ ચાદર જોવા મળી રહી છે. હિમવર્ષાનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી પહોંચ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં પણ આવું જ દ્રશ્ય છે. ચારે બાજુ માત્ર બરફ જ દેખાય છે.

‌ રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.