રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રઓ અને પદાધિકારીશ્રીઓનું નવા વર્ષના પ્રારંભે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
રાજકોટ શહેર તા.૨૯/૧૦/૨૦૨૨ ના રોજ દિવાળીના પવિત્ર તહેવાર પછી નવા વર્ષના પ્રારંભે તા.૨૭/૧૦/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષને આવકાર્યું હતું. માન. મેયરશ્રી ડૉ.પ્રદીપ ડવ અધ્યક્ષ સ્થાને સેન્ટ્રલ ઝોન ખાતે સવારે ૧૧ વાગ્યે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડે.મેયરશ્રી ડૉ.દર્શિતાબેન શાહ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, શાસકપક્ષ નેતાશ્રી વિનુભાઈ ધવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા અને સમિતિના ચેરમેનશ્રીઓ અને કોર્પોરેટરશ્રી તથા નાયબ કમિશનરશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયરશ્રી ડૉ.પ્રદીપ ડવએ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગયા વર્ષમાં માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ભવ્ય રોડ-શો, નેશનલ ગેમ્સ જેવા ભવ્ય કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન. સ્વચ્છ સર્વેક્ષણમાં સાતમાં ક્રમે આવવા બદલ કર્મચારીઓની મહેનતને આવકારી હતી તેમજ આવી જ રીતે આવતા વર્ષે પણ કામગીરી કરતા રહીએ તેવી શુભેચ્છા પાઠવું છુ. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને નુતન વર્ષ અભિનંદન પાઠવી ગયા વર્ષની જેમ આવનારા વર્ષમાં પણ રાજકોટને સ્વચ્છ, સુંદર અને રળિયામણું રાખવા સતત પ્રયત્નશીલ રહેશું તેમ જણાવ્યું હતું. દરેક કર્મચારીએ દિવસ રાત મહેનત કરી રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી કરી છે તે બદલ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં મેયરશ્રી, ડે.મેયરશ્રી, મ્યુનિ. કમિશનરશ્રી, શાસપક્ષનેતાશ્રી અને દંડકશ્રીએ સૌને આવકારી, મીઠું મોઢું કરાવી નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.