ભાવનગર રેલ્વે મંડળના કર્મચારીઓની મદદથી મુસાફરની ખોવાયેલી ટ્રોલી બેગ પરત મળી
વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. એક રેલવે મુસાફર જે ટ્રેન નંબર ૨૨૯૩૫ બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ ટ્રેનમાં બાંદ્રાથી પાલીતાણા જઈ રહ્યો હતો. બુધવારે સિહોર જંકશન સ્ટેશન પર તેની ટ્રોલી બેગ સાથી મુસાફર દ્વારા ભૂલથી ઉતારી લેવામાં આવી હતી. જ્યારે પ્રવાસીઓ પાલિતાણા પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે તેમની એક ટ્રોલી બેગ ગાયબ હતી. તરત જ તેણે પાલીતાણાના સ્ટેશન માસ્તર અને ટિકિટ નિરીક્ષકનો સંપર્ક કર્યો. રેલવે કર્મચારીઓના ઘણા પ્રયનો બાદ સહ-મુસાફરનો મોબાઈલ નંબર મળ્યો હતો. તેનો સંપર્ક કરતાં તેણે ભૂલથી ટ્રોલી બેગ ઉતારી લીધી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ, તેમની વિનંતી પર, સહ-મુસાફર દ્વારા ટ્રોલી બેગ સિહોર સ્ટેશન માસ્ટરની ઓફિસમાં સોંપવામાં આવી હતી. મુસાફરને તેની ટ્રોલી બેગ લઈ જવાનું કહેવામાં આવ્યું. મુસાફર સિહોર સ્ટેશને પહોંચ્યો અને સ્ટેશન માસ્તરની ઓફિસમાંથી તેની ટ્રોલી બેગ લીધી. ટ્રોલી બેગ સુરક્ષિત રીતે મળ્યા બાદ મુસાફરે રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો. ટ્રોલી બેગમાં મુસાફરના મહત્વના દસ્તાવેજો, કપડાં અને કેટલીક ખાણીપીણીની વસ્તુઓ હતી. મંડળ રેલ પ્રબંધક શ્રી રવીશ કુમારે સંબંધિત કર્મચારીઓની ઉપરોક્ત કામગીરીની સરાહના કરી હતી.
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.