જસદણના પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી નો આજે જન્મદિન, લાકડી ના ટેકે રામેશ્વર મંદિરે સેવાનો ધુણો ધખાવી બેઠા બેઠા 55 મુ વર્ષ બેઠું : શુભેચ્છાઓ નો વરસાદ
(નરેશ ચોલીહયા દ્વારા જસદણ)
જસદણ એ.પી.એમ.સી ડિરેક્ટર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ, પૂર્વ રાજકોટ જિલ્લા કારોબારી સભ્ય, પાટીદાર શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી અને સામાજિક આગેવાન એવા ભરતભાઈ છાયાણી નો આજ રોજ જન્મદિવસ છે. ભરતભાઈ છાયાણીએ 54 વર્ષ પૂરા કરી 55 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. જેવો હાલ બેઠા બેઠા પણ રામેશ્વર મંદિરે સેવાનો ધુણો ધખાવ્યો છે. તેમજ રાજકારણમાં પણ સક્રિય છે જે રામેશ્વર મંદિરના મોભી જે શારીરિક નાદુરુસ્ત હોવા છતાં એના નેજા હેઠળ રામેશ્વર મહિલા મંડળ રામેશ્વર યુવક મંડળ અને જસદણ ના સમસ્ત હિન્દુઓનું એક આસ્થાનું કેન્દ્ર જ્યાં ભાગવત કથા, શિવપુરાણ અને અધિક માસ નિમિત્તે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી હોય, અને સાથે વૃદ્ધાશ્રમ, ગૌશાળા, કુતરાઓ માટે લાડવા સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જસદણના અને જસદણ તાલુકાના અનેક યુવાનોને પ્રેરણા રૂપી જોડનાર ભરતભાઈ છાયાણી આજે તેઓ 54 વર્ષ પૂર્ણ કરી 55 માં વર્ષમાં પ્રવેશ્યા માટે તેમના મો. નંબર 8849302306 પર જન્મદિવસની ખોબલે ને ખોબલે શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.