ઢસા ગામે ગ્રામજનોએ જાહેર રસ્તાઓ,કૈલાશ ઘામ સહિતના વિસ્તારોમાં સફાઈની કામગીરી કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનને વધુ વેગવાન બનાવ્યું
ઢસા ગામે ગ્રામજનોએ જાહેર રસ્તાઓ,કૈલાશ ઘામ સહિતના વિસ્તારોમાં સફાઈની કામગીરી કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનને વધુ વેગવાન બનાવ્યું
રાજ્યભરમાં આગામી બે મહિના સુધી 'સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે.જેના ભાગરૂપે ગઢડાના ઢસા ગામે તાલુકા વિકાસ અધિકારી બી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.જેમાં ઢસા ગામના મૂકેશભાઈ રાજપરા,ઉપ સરપંચ તેમજ ગ્રામ પંચાયત સભ્યો,તલાટી કમ મંત્રી કુલદીપસિંહ ગોહિલ,બ્લોક કોર્ડિનેટર,ક્લસ્ટર કો ઓર્ડીનેટર તેમજ આંગણવાડી-આશાવર્કર બહેનોએ જાહેર રસ્તાઓ,આંગણવાડી,સરકારી બિલ્ડિંગ તેમજ કૈલાશ ઘામની આસપાસના વિસ્તારોમાં સફાઈની કામગીરી કરીને 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનને વધુ વેગવાન બનાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.