ધીરધારના નવા લાયસન્સ તથા રીન્યુની કામગીરી માટે હવે “ECOOPERATIVE PORTAL” પર ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે - At This Time

ધીરધારના નવા લાયસન્સ તથા રીન્યુની કામગીરી માટે હવે “ECOOPERATIVE PORTAL” પર ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે


ધીરધારના નવા લાયસન્સ તથા રીન્યુની કામગીરી માટે હવે “ECOOPERATIVE PORTAL” પર ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે

-------------------

ગુજરાત નાણા ધિરધાર કરનારા બાબતનાં અધિનિયમ-૨૦૧૧
તથા નિયમો-૨૦૧૩ અંતર્ગત જોગ
-------------------

માહિતી બ્યૂરો, બોટાદ: રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્રથી ગુજરાત નાણા ધિરધાર કરનારા બાબતનાં અધિનિયમ-૨૦૧૧ તથા નિયમો-૨૦૧૩ અંતર્ગત ગુજરાતમાં નાણાં ધિરનારની પ્રવૃત્તિઓનું નિયમન કરવામાં આવે છે. પરંતુ ડિઝિટલ ઇન્ડીયા અને પેપરલેસ કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૨ ના રોજ “ECOOPERATIVE PORTAL” લોન્ચ કરવામાં આવેલ છે. હવેથી ધીરધારના નવા લાયસન્સ તથા લાયસન્સ રીન્યુની કામગીરી માટે “ECOOPERATIVE PORTA” www.ecooperztive.gujarat.gov.in પર ઓનલાઇન દરખાસ્ત કરવાની રહે છે.

વધુ માહિતી માટે શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બ્લોક નં.૧૦ સી-વિંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ટેલીફોન નં. (૦૨૮૪૯) ૨૭૧૩૩૫ ઉપર સંપર્ક સાધવા શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.