મેડીકલ કોલેજ હિંમતનગર ખાતે “પાઇલોટ દિવસ” ની ઉજવણી કરાઇ - At This Time

મેડીકલ કોલેજ હિંમતનગર ખાતે “પાઇલોટ દિવસ” ની ઉજવણી કરાઇ


*મેડીકલ કોલેજ હિંમતનગર ખાતે “પાઇલોટ દિવસ” ની ઉજવણી કરાઇ*
**********
*ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસના ૨૪ જેટલા કર્મનિષ્ઠ કર્મયોગીઓને સન્માનિત કરાયા*
************
*કટીબધ્ધતા, સમર્પણ અને જવાબદારીની સંકિલત ઓળખ એટલે ૧૦૮ સેવાના ‘પાયલોટ’*
***********
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસવડાશ્રી વિશાલકુમાર વાઘેલાની અધ્યક્ષતા અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ-૧૦૮ ચીફ ઓપરેટીંગ ઓફીસરશ્રી જશવંત પ્રજપતિની ઉપસ્થિતિમાં જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે “પાઇલોટ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
૨૬મી મેના રોજ ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા “પાઇલોટ દિવસની ઉજવણી કરવામાં આવે છે.વર્તમાન સમયમાં ૧૦૮ ઇમરજ્ન્સી સેવા, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજરાત સરકારની લોક્ભાગીદારીથી વિશ્વાસ અને ચોક્ક્સાઇનો પયાર્ય બની ગઈ છે, કે જે તમામ પ્રકારની ઇમરજ્ન્સીને પ્રતિસાદ આપવા કટીબધ્ધ છે. આ સેવા પોલીસ, આગ કે આરોગ્ય સંબંધીત ઇમરજ્ન્સી સેવા ૨૪x૭ રાજ્યભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાઇલોટ (એમ્બ્યુલન્સ ના ચાલક) કે જે પીડીતને સત્વરે ઇમરજ્ન્સી સારવારમાં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે.

આ પ્રસંગે ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ-૧૦૮ ચીફ ઓપરેટીંગ ઓફીસરશ્રી જશવંત પ્રજપતિએ જણાવ્યું હતુ કે “૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકને. ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસે “પાઇલોટ” નું બિરૂદ આપેલ છે કે જે એમ્બ્યુલન્સ માત્ર ચલાવતો નથી પરંતુ સાથે સાથે ઉચ્ચ કોટીની કટીબધ્ધતા, સમપર્ણની ભાવના અને અનોખી જીવનરક્ષક જવાબદારી અદા કરે છે. તેઓ સત્વરે અને સલામતીથી ઇમરજન્સી ઘટના સ્થળ પર પહોચીને જીવન અને મુત્યુના અંતર વચ્ચે સેતુ બને છે. તેઓ મહામુલી જીવન બચાવવા માટે ઇ.એમ.ટીને પણ મદદરૂપ થાય છે અને ઇ.એમ.ટીને પડતી અડચણો પણ દુર કરે છે. અમુલ્ય જીવન બચાવતાં તેઓને અનહદ સંતોષ મળે છે કે જે તેમને તે બાબતનો ઉત્સાહ પુરો પાડે છે. આપણે સૌ એ આવી વ્યક્તિઓ કે જે કટોકટીના સમયે મદદ પુરી પાડવાની પ્રશંસનીય કામગીરી કરે છે તે બદલ દીલ થી તેમનો આભાર માનવો જોઇએ.
આ કાર્યક્રમમાં ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 સેવા, ખિલખિલાટ, ૧૮૧ અભયમ, મોબાઇલ યુનિટ,કરુણા અભિયાન ૧૯૬૨,મોબાઇલ વેટેનરીના ૨૪ જેટલા કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સંબધિત વિભાગના અમલીકરણ અધિકારી,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.