વિસાવદરમાં સમસ્ત ઓડ પરિવારના મહાસતીશ્રીજસમાં માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
વિસાવદરમાં સમસ્ત ઓડ પરિવારના મહાસતીશ્રી જશમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાવિસાવદર શ્રી સમસ્ત ઓડ પરિવારનું સ્નેહ મિલન તથા મહાસતી શ્રી જશમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જેમાં પ્રતિષ્ઠા પ્રારંભ ચૈત્ર સુદ ૪ ને શુકવાર તા.૧૨/૦૪/૨૪ સાંજે ૪:૩૦ કલાકેપ્રતિષ્ઠાની પુણાહુતી ચૈત્ર સુદ ૭ ને સોમવાર તા.૧૫/૦૪/૨૪ બપોરે ૧૨:૩૦ કલાકે રાખેલ છે જેનું શુભ સ્થળ સતાધાર રોડ,હેલીપેડની બાજુમાં,વિસાવદર જી.જુનાગઢ મુકામે રાખેલ છે. જેનું નિમંત્રક તરીકે સમસ્ત ઓડ સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહીયું છેઆ પ્રતિષ્ઠા મહોત્સવ ના મંગલ ઉત્સવો સવંત ૨૦૮૦ ના ચૈત્ર સુદ ૪ ને શુકવાર તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ દેહ શુદ્ધિ હેમાદરી-પ્રાયચીત,નાંદી શ્રાદ્ધ-સમય સાંજે-૪-૩૦ કલાકે,શોભાયાત્રા તા.૧૩/૦૪/૨૪ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦કલાકે શ્રી રામજી મંદિર વિસાવદર ખાતેથી નીકળશે જેમાં પ્રથમ દિવસ તા.૧૩/૦૪/૨૪ ના રોજ ગણપતિ પૂજન,નગરયાત્રા, જળયાત્રા,મૂર્તિ મંડપ પ્રવેશ,સ્થાપિત દેવી દેવતાઓનું પૂજન મૂર્તિ જલાધીવાસ, મઘ્યાતર સમય ૧૨-૩૦થી ૨-૩૦ કલાક સુધી તથા આજદિવસે બપોર પછી કુંડ પૂજન,અગ્નિ સ્થાપન,ગ્રહશાંતિ, જલાધીવાસ માંથી મૂર્તિ ઉતીષ્ટ,પુષ્પાધિવાસ, આરતી તથા બીજા દિવસે તા.14/04/2024ના રોજ ગણપતિ પૂજન સવારે ૮-૦૦ કલાકે,ત્યારબાદ સ્થાપિત દેવી દેવતાઓનું પૂજન પુષ્પાધિવાસમાંથી મૂર્તિઉતીષ્ટ,સ્થાપીત દેવી દેવતાઓનો હોમ,ધાન્યાધિવાસ, મઘ્યાતર બાદ શાંતિ પુસ્ટીક હોમ,વાસ્તુ હોમ
,ધાન્યાધિવાસમાંથી મૂર્તિઉતીષ્ટ, શયનાધિવાસ-આરતી, તથા ત્રીજા દિવસે પ્રાત પૂજન,સ્થાપિત દેવી દેવતાઓનું પૂજન,મુર્તી ન્યાસ,સ્થપન વિધિ, શિખર અભિષેક,નેત્રોનમિલન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા,ધ્વજા પૂજન,પૂર્ણાહુતિ અને બપોરે ૧૨-૩૦ કલાકે બીડું હોમવાનું તથા મહા આરતી નો કાર્યક્રમ રાખવામાં આવેલ છેજેમાં આચાર્ય તરીકે શાસ્ત્રી મનોજભાઈ હરિભાઈ ઠાકર મોણીયા વાળા તથા ઉપાચાર્ય તરીકે નટવરલાલ રમણિકભાઈ જોશી સરસઇ વાળા બિરાજશે. તથા ભોજનના દાતાશ્રી તરીકે જાણીતા દાનવીર શ્રી કાનજીભાઈ કલ્યાણભાઈ કાનગડ,મોટા કોટડા તથા ઉદયભાઈ મહેતા વિસાવદર વાળા રહેશે.જેમાં સંતો મહંતો, દાતાઓ,ઉપસ્થિત રહેશે જેમાં રાત્રીના સમયે તા.૧૪/૦૪/૨૪ ના રોજ ભવ્ય લોકડાયરો રાત્રીના ૯-૦૦કલાકે રાખવામાં આવેલ છે જેમાં લાખાભાઈ ગઢવી,મનીશભાઈ રિબડીયા,ગોપાલ પટેલ,રાજભા ગઢવી વિગેરે હાજર રહેશે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.