બોટાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ-19 અન્વયે મોકડ્રીલનું આયોજન - At This Time

બોટાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ-19 અન્વયે મોકડ્રીલનું આયોજન


બોટાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ-19 અન્વયે મોકડ્રીલનું આયોજન

કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને તાકીદની બેઠક યોજવામાં આવી,કોરોના બાબતે તકેદારી તેમજ વ્યવસ્થાની પૂર્વ તૈયારીઓને ભાગરૂપે સરકારશ્રીની સુચના મુજબ શુક્રવારે જિલ્લા કક્ષાની હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓપરેશનલ તત્પરતા મોનીટર કરવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે બોટાદના કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની પ્રેરક ઉપસ્થિતીમાં તાકીદની બેઠક યોજવામાં આવી હતી. જેમા કલેક્ટર દ્વારા ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા. સાથોસાથ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વર્ચ્યુલ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સી.એચ.સી-અધિક્ષક, તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર સહિતના અધિકારીઓને મોકડ્રીલ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ઓક્સીજન પ્લાન્ટ, વેન્ટીલેટર, ઓક્સીજન સીલીન્ડર, ઓક્સીજન કન્સન્ટસ્ટ્રેટર, લોજિસ્ટિક, દવાઓની ઉપલબ્ધતા, પી.પી.ઈ કીટ અને માનવ સંસાધનની તાલીમ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.